PSL 2022/ આ મેચમાં સસરા અને જમાઈ આમને-સામને રમતા જોવા મળ્યા

PSL ની એક મેચમાં સસરા અને જમાઈ વચ્ચે લડાઈ ચાલી રહી હતી. જી હા, લાહોર કલંદર્સનાં કેપ્ટન શાહીન શાહ આફ્રિદી અને ક્વેટા ગ્લેડીયેટર્સનાં સ્ટાર ખેલાડી શાહિદ આફ્રિદી આ મેચમાં આમને-સામને હતા. એક પાકિસ્તાનનાં ભૂતકાળનો સ્ટાર અને બીજો આવનાર સમયનો સુપરસ્ટાર છે.

Sports
1 2022 02 08T110010.250 આ મેચમાં સસરા અને જમાઈ આમને-સામને રમતા જોવા મળ્યા

પાકિસ્તાન સુપર લીગ (PSL)માં સોમવારે જબરદસ્ત મેચ જોવા મળી હતી. લાહોર કલંદર્સે 200 થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ તેના જવાબમાં ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી જેસન રોયે તોફાની સદી ફટકારીને તેની ટીમને વિજય અપાવ્યો હતો. શાનદાર રમત ઉપરાંત આ મેચ અન્ય કારણોસર પણ રસપ્રદ હતી.

આ પણ વાંચો – PSL 2022 / આ લીગમાં જેસન રોયનો જોવા મળ્યો ખતરનાક અંદાજ, તોફાની બેટિંગથી બનાવી દીધા 57 બોલમાં 116 રન

આ મેચમાં સસરા અને જમાઈ વચ્ચે લડાઈ ચાલી રહી હતી. જી હા, લાહોર કલંદર્સનાં કેપ્ટન શાહીન શાહ આફ્રિદી અને ક્વેટા ગ્લેડીયેટર્સનાં સ્ટાર ખેલાડી શાહિદ આફ્રિદી આ મેચમાં આમને-સામને હતા. એક પાકિસ્તાનનાં ભૂતકાળનો સ્ટાર અને બીજો આવનાર સમયનો સુપરસ્ટાર છે. બંને ખેલાડીઓ ભલે બેટિંગ-બોલિંગનાં સમયે આમને-સામને ન આવ્યા હોય, પરંતુ બંને ટીમો વચ્ચે જોરદાર જંગ ચોક્કસથી થયો હતો. આપને જણાવી દઈએ કે, શાહિદ આફ્રિદીની દીકરી અક્સાની સગાઈ શાહીન આફ્રિદી સાથે થઈ ગઈ છે. શાહિદ આફ્રિદીએ પોતે ગયા વર્ષે આની જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં જ બંને લગ્ન પણ કરી શકે છે. શાહીન આફ્રિદી છેલ્લા એક-બે વર્ષમાં પાકિસ્તાન માટે એક મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે. T20 વર્લ્ડ કપમાં તેનું શાનદાર પ્રદર્શન, ICC તરફથી મળેલો એવોર્ડ તેના કદમાં સતત વધારો કરી રહ્યો છે. પાકિસ્તાનનાં દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને પાંચ દીકરીઓ છે. અક્સા, અંશા, આઈઝવા, અસમારા અને અરવા. અક્સા તેમાંથી સૌથી મોટી દીકરી છે, જેની સાથે શાહીન આફ્રિદીની સગાઈ થઈ છે. જો મેચની વાત કરીએ તો બંને ખેલાડીઓ એકપણ વિકેટ મેળવી શક્યા ન હોતા. શાહિદ આફ્રિદીએ ત્રણ ઓવર નાખી અને 25 રન આપ્યા, જેમાં તેને કોઈ વિકેટ મળી ન હોતી. જવાબમાં શાહીન આફ્રિદીએ પણ 4 ઓવરમાં 40 રન લૂટી લીધા હતા. શાહિદ આફ્રિદીને બેટિંગ દરમિયાન પણ તક મળી ન હોતી.

આ પણ વાંચો – Swimming World Championships 2022 / આ દેશમાં વર્લ્ડ સ્વિંમિંગ ચેમ્પિયનશીપ યોજાશે,જાણો વિગત

બીજી તરફ પરિણામની વાત કરીએ તો સસરા શાહિદ આફ્રિદીની ટીમ જીતી હતી જ્યારે જમાઈ શાહીન આફ્રિદીની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લાહોર કલંદર્સે 204 રન બનાવ્યા હતા, ફખર ઝમાને 70 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. પરંતુ ક્વેટા તરફથી જેસન રોયે તોફાની સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી.