vadodra/ વડોદરામાં વૃધ્ધાનું ગળુ કાપી ચલાવી લૂંટ

લૂંટારાઓએ વહેલી સવારે ઘરની લાઈટ કાપી ચલાવી લૂંટ, બે ઝડપાયા

Gujarat Vadodara
Beginners guide to 2024 05 19T152932.645 વડોદરામાં વૃધ્ધાનું ગળુ કાપી ચલાવી લૂંટ

Vadodra News : વડોદરાના મકરપુરામાં 19 મેના રોજ વહેલી સવારે લૂંટ અને હત્યાના બનાવને પગલે ચકચાર મચી હતી. લૂંટારાઓએ ઘરની લાઈટ કાપી નાંખીને 70 વર્ષીય વૃધ્ધાના ગળા પર ચાકૂના વાર કરીને તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં વૃધ્ધાની ચોનાની ચેઈન અને બુટ્ટી લૂંટીને ફરાર થઈ ગયા હતા.  બનાવ બાદ વદોડરા ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરીને બે આરોપીઓને અટકમાં લઈને પુછપરછ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં તરસાલી રોડ પરના ભાઈલાલ પાર્ક ટેનામેન્ટમાં લૂંટ વીથ મર્ડરનો આ બનાવ બન્યો હતો. વહેલી સવારે 4 વાગ્યે લાઈટ જતા ગરમીને કારણે અહીં રહેતા 70 વર્ષીય વૃધ્ધા સુખજીત કૌર ઘરની બહાર નીકળ્યા હતા. દરવાજો ખોલતાજ લૂંટારાઓ તેમના પર ચાકૂ વડે હૂમલો કર્યો હતો. બાદમાં વૃધ્ધાના ગળા પર ચાકૂના ઘા ઝીંકીને તેમની સોનાની ચેઈન અને કાનની બૂટ્ટી લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

વૃધ્ધાનું ગળુ કાપી નંખાતા ઘરના ઉંબરા પાસે લોહીનો રેલો નજરે ચડતો હતો. આ બનાવમાં વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટના અંગે જાણ થતા મકરપુરા પોલીસનો સ્ટાફ, પીઆઈ, એસીપી અને ડીસીપી ઘટનાસ્થળે દોડી ગયા હતા. વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, તથા જોઈન્ટ પોલીસ કમિશનર મંનોજ નીનામા પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.પોલીસની પુછપરછમાં મૃતકના પતિ અને ઓએનજીસીમાંથી નિવૃત થયેલા હરવિંદર સિંહે કહ્યું હતું કે લૂંટારાઓએ આવીને પ્રથમ અમારા ઘરની લાઈટ કાપી નાંખી હતી. જેને કારણે ગરમી લાગતા મારા પત્ની ઘરની બહાર આવતા જ આ બનાવ બન્યો હતો.

પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના જણાવ્યા મુજબ લૂંટારાઓ લાઈટ કાપી નાંક્યા બાદ લૂંટ વીથ મર્દરને અંજામ આપ્યો હતો. બનાવમાં એફએસએલની મદદ પણ લેવાઈ રહી છે. સ્થાનિક પોલીસની ટીમે અને ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી તથા ટેક્નિકલ ટીમને પણ એક્ટિવેટ કરવામાં આવી છે. પોલીસ ડોગ સ્ક્વોડને આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

આ અંગે એસીપી લીના પાટીલે કહ્યું હતું કે આ બનાવ વહેલી સવારે 4 વાગ્યે તરસાલી  સુસેન મેઈન રોડ પર આવેલા ભાઈલાલ પાર્ક એપાર્ટમેન્ટમાં બન્યો હતો. જ્યાં 70 થી 75 વર્છનું વયોવૃધ્ધ દંપતી એકલું રહેતું હતું. તેમના પરિવારના સભ્યો બહાર રહે છે. વહેલી સવારે ઉઢીને તે ઘરની બહાર બેસતા હોય છે અને બાદમાં ગુરૂદ્વારા જતા હતા આ તેમનો નિત્યક્રમ હતો. લૂંટારાઓ વૃધ્ધાના ગળામાં ચપ્પૂના ઘા મારતા તેમનું મોત થયું હતું. બાદમાં આરોપીઓ તેમના ગળામાંથી  સોનાની ચેઈન અને કાનની બૂટ્ટી લૂંટી ગયા હતા.

મૃતકના પતિ કાને ઓછુ સાંભતા હોવાથી તેમને ઘટના કેટલા વાગ્યે બની તેની ચોક્કસ જાણ ન હતી. વૃધ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાય છે પણ તેમને મૃત ઘોષિત કરાયા હતા.

અગાઉ 18 મેના રોજ રાત્રે પાદરા તાલુકાના ડભાસા ગામમાં 60 વર્ષીય મધુબહેન એસ.સોલંકી તેમના રૂમમાં ઉંઘી ગયા હતા ત્યારે  બે લૂંટારા તેમના મકાનના પાછળના ભાગમાંતી ઘુસ્યા હતા. તેમણે વૃધ્ધાનું ગળુ દબાવીને  તેમના સોનાના વીંટલા 6 નંગ, 2 નંગ નખલી વગેરે મળીને 2 લાખ રૂપિયાની કિંમતના ચાર તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. બુમાબુમ થતા ઘરના સબ્યો દોડી આવ્યા હતા પરંતું લૂંટારા ભાગી જવામાં સફળ રહ્યા હતા. આમ અવારનવાર લૂંટના બનાવને કારણે લોકોમાં  ભય ફેલાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારે જનઆક્રોશ પછી DGVCLનો નિર્ણયઃ પહેલા સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લાગશે

આ પણ વાંચો:‘બે મહિનાનું 2,500 રૂપિયાનું બિલ, સ્માર્ટ મીટર પછી દસ જ દિવસનું 3 હજાર રૂપિયા બિલ’

આ પણ વાંચો:સ્માર્ટ મીટર, પ્રજા ‘સ્માર્ટ’ નીકળી, તંત્ર સામે જનઆક્રોશ ’45 ડિગ્રી કરતાં પણ ઊંચા તાપમાને’

આ પણ વાંચો:લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી હતા, વરરાજાના પિતા દુલ્હનની માતા સાથે….