Morbi/ મોરબીમાં બે સિરામિક એકમો પર ઈન્કમટેક્ષના દરોડા, બેનામી વ્યવહારો ઝડપાયા

ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઇન્કમટેક્સ વિભાગ એકશન મોડ પર આવી ગયો છે. મોરબીના 2 સિરામિક એકમો પર ચેન્નઈમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેના તારા મોરબી સુધી જોડાયેલા નીકળ્યા હતા. અને આ સિરામિક એકમો

Gujarat
TAx 1 મોરબીમાં બે સિરામિક એકમો પર ઈન્કમટેક્ષના દરોડા, બેનામી વ્યવહારો ઝડપાયા

ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઇન્કમટેક્સ વિભાગ એકશન મોડ પર આવી ગયો છે. મોરબીના 2 સિરામિક એકમો પર ચેન્નઈમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેના તારા મોરબી સુધી જોડાયેલા નીકળ્યા હતા. અને આ સિરામિક એકમો દ્વારા બેનામી વ્યવહારો થયા હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા છે.

Income tax: Tax changes in 2018 that have affected your personal finances

Corona Update / દેશમાં કોરોનાના સેકન્ડ વેવના ધામા, ત્રીજા દિવસે કેસ 16,000ને પાર, રિકવરી 12,500

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવારે રાજકોટ ઈન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશન વીંગે મોરબીમાં ઈટાકોન અને ટેકઓન સિરામિક પર સર્ચ ઓપરેશન ખુલ્યું હતુ. આ કંપનીની એક પેઢી ચેન્નાઈમાં કે.એ.જી.ના નામથી ચાલે છે. જ્યાં ઈન્કમટેકસની રેડ પડી હતી અને ત્યાં તપાસ કરતા પેઢીનું કનેકશન મોરબી સુધી ખુલ્યું હતું અને મોરબીમાં આઈટીની ટીમ ત્રાટકી હતી. આખી રાત તપાસ ચાલી હતી જેમાં પ્રાથમિક તપાસમાં રોકડમાં થયેલા બિનહિસાબી વ્યવહારો ખુલ્યા હતા.

Reopening Income Tax Assessment: When officials can't send you notice - ITAT says this - The Financial Express

Fire / દિલ્હીના પ્રતાપ નગરની પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, 1 વ્યક્તિનો મળ્યો મૃતદેહ

તપાસનીશ અધિકારીના જણાવ્યાનુસાર આ પેઢી દ્વારા રોકડમાં જ વ્યવહારો કરીને ટેક્સચોરી કરવામાં આવી હતી. પેઢી ઉપરાંત ઓફિસ સહિત કુલ ચાર સ્થળોએ ઈન્કમટેકસના અધિકારીઓએ રાતભર તપાસ કરી હતી. જો કે તપાસનો ધમધમાટ બે દિવસ ચાલશે જેથી વ્યવહારો, રોકડ મળી આવાવની શક્યતા અધિકારીઓએ વ્યકત કરી છે. તપાસ પૂર્વે ગુરૂવારે સાંજે જ રાજકોટ ઇન્કમટેક્સ ઓફિસ ખાતે અધિકારીઓને એકઠા કરી દેવામાં આવ્યા હતા અને અમદાવાદથી અધિકારીઓએ સવારથી જ કરચોરોને ઝડપી લીધા હતા.

Accident / અમદાવાદના સિંધુ ભવન રોડ પર યુવકનું અકસ્માતમાં કરુણ મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…