Not Set/ ભારતમાં ભૂખમરામાં વધારો પાડોશી દેશની સરખામણીમાં પાછળ

ભારત 116 દેશના વૈશ્વિક ભૂખમરા સૂચકઆંકથી 2021માં  101માં સ્થાને પહોંચી ગયું છે. આ મામલે  પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ કરતા પણ પાછળ છે

Top Stories
HUNGER ભારતમાં ભૂખમરામાં વધારો પાડોશી દેશની સરખામણીમાં પાછળ

ભારત 116 દેશના વૈશ્વિક ભૂખમરા સૂચકઆંકથી 2021માં  101માં સ્થાને પહોંચી ગયું છે. આ મામલે  પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ કરતા પણ પાછળ છે. ગત વર્ષ એટલે કે 2020માં ભારત 94માં નંબર પર હતું. ભૂખ અને કુપોષણ પર નજર રાખનારી વૈશ્વિક ભૂખમરા સૂચકઆંકની વેબસાઈટે ગત ગુરુવારે વર્ષ 2021ની GHI ની યાદી બહાર પાડી છે. ભારત આ વર્ષે 7 અંક ગગડી ગયું છે.

આ વર્ષે ચીન, બ્રાઝિલ, અને કુવેત સહિત અઢાર દશોએ પાંચથી ઓછાના જીએચઆઈ સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. સહાયતા કાર્યો સાથે જોડાયેલી આયરલેન્ડની એજન્સી કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મનીનું સંગંઠન વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા રિપોર્ટમાં ભારતમાં ભૂખના સ્તરને ‘ચિંતાજનક’ દર્શાવવામાં આવ્યું છે

દર વર્ષે દેશોના GHI સ્કોરને 4 માપદંડોના આધારે નક્કી કરાય છે. જેમાં અલ્પપોષણ, કુપોષણ, બાળકોનો વૃદ્ધિ દર અને બાળ મૃત્યુદર સામેલ છે. રિપોર્ટ મુજબ પાડોશી દેશો જેમ કે નેપાળ (76), બાંગ્લાદેશ (76), મ્યાંમાર (71) અને પાકિસ્તાન (92) પણ ભૂખમરાને લઈને ચિંતાજનક સ્થિતિમાં છે. પરંતુ ભારતની સરખામણીએ આ દેશોની સ્થિતિ સારી છે.

વર્ષ 2020માં ભારત 107 દશોમાં 94માં સ્થાને હતું. હવે 116 દેશોની યાદીમાં તે 101માં સ્થાને આવી ગયું છે. ભારતનો જીએચઆઈ સ્કોર ગગડી ગયો છે. જે વર્ષ 2000માં 38.8 હતો, 2012 અને 2021 વચ્ચે 28.8 – 27.5 વચ્ચે રહ્યો છેય