ભાવ વધારો/ ભારે વરસાદે વધારી મુસિબત, શાકભાજીનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

રાજકોટમાં ગત અઠવાડિયામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેેના કારણે અહી પાકને ભારે નુકસાન થયુ હતુ. જે બાદ હવે બજારમાં મળતી શાકભાજી પર તેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

Top Stories Rajkot Gujarat
શાકભાજી ભાવમાં વધારો
  • રાજકોટમાં શાકભાજીનાં ભાવમાં વધારો
  • ગૃહિણીઓનું ખોરવાયું બજેટ
  • ભારે વરસાદથી પાકને ભારે નુકસાન
  • 50 થી 60 ટકા શાકભાજીનાં પાકને નુકસાની
  • ગવાર,તુરીયા,દૂધી,લીંબુનાં ભાવમાં વધારો
  • કાકડી સહિત અન્ય શાકભાજીનાં વધ્યાં ભાવ
  • શાકભાજીમાં સરેરાશ 30-40 ટકાનો વધારો

રાજ્યનાં રંગીલા રાકોટમાં મેઘો ખૂબ વરસ્યો છે. હવે તેની અસર બજારમાં જોવા મળી રહી છે. આપને જણાવી દઇએ કે, રાજકોટમાં શાકભાજીનાં ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. જેના કારણે ગૃહણિઓનું બજેટ પણ ખોરવાયુ છેે.

11 33 ભારે વરસાદે વધારી મુસિબત, શાકભાજીનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવનાં કારણે લોકોએ જીવન જરૂરિયાત વસ્તુઓ પર મુક્યો કાપ

આપને જણાવી દઇએ કે, રાજકોટમાં ગત અઠવાડિયામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેેના કારણે અહી પાકને ભારે નુકસાન થયુ હતુ. જે બાદ હવે બજારમાં મળતી શાકભાજી પર તેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર, 50 થી 60 ટકા શાકભાજનાં પાકને નુકસાની થયુ છે. ગવાર, તુરીયા, દૂધી, લીંબુ અને કાકડી સહિત અન્ય શાકભાજીનાં ભાવમાં તોતિંગ વધારો થયો છે. શાકભાજીનાં ભાવમાં સરેરાશ 30 થી 40 ટકાનો વધારો થયો છે.

  • શાકભાજીના ભાવ વધતા ગૃહણીઓનું બજેટ ખોરવાયુ
  • ભારે વરસાદ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કારણે ભાવ વધ્યા
  • ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુક્શાન
  • 50 થી 60 ટકા શાકભાજીના પાકને નુક્શાની
  • બીજા રાજ્યોથી આવતા શાકભાજીની આવક ઘટી
  • ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધતા શાકભાજીમાં ભાવ વધારો
  • ગવાર,તુરીયા,દૂધી,લીંબુનાં ભાવમાં વધારો
  • કાકડી સહિત અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો
  • શાકભાજીમાં 30 થી 40 ટકા ભાવ વધારો નોંધાયોઃવેપારીઓ

11 34 ભારે વરસાદે વધારી મુસિબત, શાકભાજીનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

રાજ્યમાં જ્યા એક તરફ ભારે વરસાદ તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારાનાં કારણે શાકભાજીનાં ભાવમાં વધારો થયો છે. રાજ્યમાં ભારે વરસાદનાં કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. વળી બીજા રાજ્યોમાંથી આવતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જે પણ શાકભાજી બીજા રાજ્યોમાંથી આવી રહી છે, તેમા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધારે થવાના કારણે પણ શાકભાજીનાં ભાવ વધ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….