Not Set/ IND vs NZ 3rd ODI/ ભારતનો ધબડકો, ત્રીજી વન ડે માં હાર બાદ બનાવ્યો શરમજનક રેકોર્ડ

અંતિમ વનડેમાં પણ ન્યૂઝીલેન્ડે ભારતને 5 વિકેટે હરાવી સીરીઝ 3-0થી જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડની ટીમે વનડે સીરીઝમાં ભારતીય ટીમને ક્લીન સ્વીપ કરીને ઇતિહાસ રચ્યો છે. Colin de Grandhomme 5️⃣4️⃣*️⃣ Tom Latham 3️⃣2️⃣*️⃣ New Zealand win by five wickets!#NZvIND SCORECARD 👉 https://t.co/oe0qygBhxA pic.twitter.com/DzGiysrI0c— ICC (@ICC) February 11, 2020 ઉલ્લેખનીય છે કે ભારતે ન્યૂઝીલેન્ડ સામે 297 રનનો […]

Top Stories Sports
IND vs NZ1 1 IND vs NZ 3rd ODI/ ભારતનો ધબડકો, ત્રીજી વન ડે માં હાર બાદ બનાવ્યો શરમજનક રેકોર્ડ

અંતિમ વનડેમાં પણ ન્યૂઝીલેન્ડે ભારતને 5 વિકેટે હરાવી સીરીઝ 3-0થી જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડની ટીમે વનડે સીરીઝમાં ભારતીય ટીમને ક્લીન સ્વીપ કરીને ઇતિહાસ રચ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતે ન્યૂઝીલેન્ડ સામે 297 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને કિવી ટીમે 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી નિકલ્સે 80 અને માર્ટિન ગુપ્ટિલે 66 રન બનાવ્યા હતા. અંતે, કોલિન ડી ગ્રાન્ડહોમે અર્ધસદી 54 * બનાવીને ન્યૂઝીલેન્ડને જીત અપાવી હતી. આ બેટ્સમેન ઉપરાંત ટોમ લેથમે અણનમ 32 રન બનાવી ન્યૂઝીલેન્ડ માટે વિજય સુનિશ્ચિત કર્યો હતો. ભારત તરફથી ચહલે 3 વિકેટ લીધી હતી, જ્યારે શાર્દુલ ઠાકુર અને જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.

મેચમાં પહેલા બેટિંગ કરતા ફરી એક વખત ઓપનિંગ જોડી ભારત માટે ખરાબ સાબિત થઈ હતી, જ્યારે મયંક અગ્રવાલ માત્ર 1 અને કેપ્ટન વિરાટ કોહલી 9 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ ઇનિંગ્સને આગળ વધારવા માટે પૃથ્વી શો મેદાનમાં આવ્યો હતો, જેના માટે આજનો દિવસ એક સારી તક લઇને આવ્યો પરંતુ તે 40 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતે ટી 20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને વ્હાઇટવોશ કરી હતી. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડની ટીમ વનડે શ્રેણીમાં આ કરવા પર નજર રાખી રહી હતી. જેમા તે હવે સફળ રહી છે. ભારતે પોતાના નામે આજે એક શરમજનક રેકોર્ડ નોંધાવી દીધો છે.

બંને ટીમોનાં પ્લેઇંગ ઇલેવન નીચે મુજબ છે.

ન્યૂઝીલેન્ડ (પ્લેઇંગ ઇલેવન):

માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, ટોમ લેથમ (વિકેટકીપર), જેમ્સ નીશમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેંટનર, ટિમ સાઉથી, કાઇલ જેમિસન, હમિશ બેનેટ

ભારત (પ્લેઇંગ ઇલેવન):

પૃથ્વી શો, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, લોકેશ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.