Not Set/ IND vs WI/ આજે રમાશે સીરીઝની નિર્ણાયક મેચ, થોડા ક્ષણોમાં થશે ટોસ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ થોડા સમય બાદ બારાબાતી સ્ટેડિયમ ખાતે શરૂ થશે. વિન્ડિઝ સામેની આ શ્રેણીની પહેલી મેચ હાર્યા બાદ ભારતે વિશાખાપટ્ટનમમાં જોરદાર વાપસી કરી અને 387 રનનો મોટો સ્કોર બોર્ડ પર મૂક્યો. હતો ટીમ ઈન્ડિયા શ્રેણીની બીજી મેચની જેમ ફરી એકવાર તેમના ઓપનરો પાસેથી સારી […]

Top Stories Sports
IND vs WI 1 IND vs WI/ આજે રમાશે સીરીઝની નિર્ણાયક મેચ, થોડા ક્ષણોમાં થશે ટોસ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ થોડા સમય બાદ બારાબાતી સ્ટેડિયમ ખાતે શરૂ થશે. વિન્ડિઝ સામેની આ શ્રેણીની પહેલી મેચ હાર્યા બાદ ભારતે વિશાખાપટ્ટનમમાં જોરદાર વાપસી કરી અને 387 રનનો મોટો સ્કોર બોર્ડ પર મૂક્યો. હતો ટીમ ઈન્ડિયા શ્રેણીની બીજી મેચની જેમ ફરી એકવાર તેમના ઓપનરો પાસેથી સારી બેટિંગ કરવાની આશા રાખશે..

Image result for india vs west indies

ફાસ્ટ બોલર દિપક ચહર ઈજાનાં કારણે ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયો હોવાથી ટીમ ઈન્ડિયામાં તમને પરિવર્તન જોવા મળશે. તેની જગ્યાએ નવદીપ સૈની ટીમમાં જોડાયો છે. તે જોવું રહ્યું કે ભારત સૈનીને મેદાનમાં ઉતારવા માટે સીધી તૈયારી કરશે કે ઓલરાઉન્ડર શિવમ દુબે પર પોતાનો ભરોસો બતાવશે. સૈનીએ અત્યાર સુધી ટી-20 મેચોમાં ડેબ્યૂ કરતા ભારત માટે સારો દેખાવ કર્યો છે.

Image result for india vs west indies

આ સિવાય ભારત પણ તેની લાઇન-અપ જાળવી રાખે તેવી આશા છે. વનડેમાં રિષભ પંતનું ફોર્મ ભારતીય મેનેજમેન્ટ માટે મોટી રાહત સમાન બન્યુ છે. ક્રિકેટનાં આ ફોર્મેટમાં લાંબા સમયથી પંતનું ફોર્મ ખરાબ હતું પરંતુ તેણે આ સિરીઝની બંને મેચોમાં તોફાની ઇનિંગ્સ રમી છે જેમાં એક અર્ધસદી સહીતનો સમાવેશ છે.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન આ મુજબ હોઇ શકે છે

Image result for india vs west indies

ભારત – રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, નવદીપ સૈની

વેસ્ટ ઇન્ડીઝ – એવિન લુઇસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, રોસ્ટન ચેસે, નિકોલસ પુરન, કેરોન પોલાર્ડ, જેસન હોલ્ડર, કીમો પોલ, અલોઝારી જોસેફ, ખારી પિયરે, શેલ્ડન કોટરેલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.