Not Set/ રાહુલ ગાંધીને લાગે છે કે કેરીની જેમ બટાટાનું ફળ પણ આવે છે: યોગી

સહારનપુર, યુપીના સીએમ યોગી આદિત્યનાથે પશ્ચિમ યુપીથી 2019 ની લોકસભા ચૂંટણી માટે ઝુંબેશ શરૂ કર્યું છે. રવિવારે સહારનપુર પ્રાંતના વડા યોગી આદિત્યનાથે માતા શાકુમ્ભારી દેવીના આશીર્વાદ લીધા અને પછી એક જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની ખુબ જ પ્રશંસા કરી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે પીએમ મોદી સમગ્ર વિશ્વભરમાં ફર્યા છે. યોગીએ એમ પણ […]

Top Stories India Trending
pam 9 રાહુલ ગાંધીને લાગે છે કે કેરીની જેમ બટાટાનું ફળ પણ આવે છે: યોગી

સહારનપુર,

યુપીના સીએમ યોગી આદિત્યનાથે પશ્ચિમ યુપીથી 2019 ની લોકસભા ચૂંટણી માટે ઝુંબેશ શરૂ કર્યું છે. રવિવારે સહારનપુર પ્રાંતના વડા યોગી આદિત્યનાથે માતા શાકુમ્ભારી દેવીના આશીર્વાદ લીધા અને પછી એક જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની ખુબ જ પ્રશંસા કરી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે પીએમ મોદી સમગ્ર વિશ્વભરમાં ફર્યા છે. યોગીએ એમ પણ કહ્યું કે મોદીએ 5 વર્ષમાં વિપક્ષના 55 વર્ષ પર ભારે છે. આ દરમિયાન મુખ્યમંત્રી પણ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને લાગે છે કે કેરીનું ફળ આવે છે, આ જ રીતે  બટાટાનું પણ ફળ આવે છે.

પશ્ચિમ યુપીથી ચૂંટણી અભિયાનની શરૂઆત કરતા સીએમ યોગીએ વિપક્ષી પર જબરદસ્ત પ્રહારો કર્યા છે. યોગીએ કહ્યું, ‘અગાઉની સરકારોએ સુબે અથવા દેશના વિકાસ માટે કંઈ કર્યું નથી. જયારેથી બીજેપીની સરકાર આવી છે, બધા વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને અમે અમારી  યોજનાઓ લાવીએ છીએ. ‘

આ દરમિયાન યોગીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેના પર પ્રહાર કર્યા. તેણે કહ્યું, ‘હું નામદારોના કુલદીપની એક વાત સાંભળી રહ્યો હતો.તે કહી રહ્યા હતા કે શેરડીના વૃક્ષો ન લગાવો. તેમણે કહ્યું કે જો અમારી સરકાર આવે તો તે દોઢ ફીટ બટાટા ઉગાડશે. જેમ કે કેરીનું ફળ આવે છે, તેમ લાગે છે કે બટાકા પણ આવશે. ‘

યુપીમાંથી ગુંડારાજ દૂર કર્યું…

યુપીમાં સુરક્ષાના મુદ્દાને લઈને, યોગીએ કહ્યું કે, બે વર્ષના કાર્યકાળ દરમિયાન મે યુપીને ગુંડારાજથી મુક્ત કરી દીધું છે. તેમણે કહ્યું, ‘અમે અહીં લોકોને સલામતીનું વાતાવરણ આપ્યું છે. હવે અહિયાં માત્ર ગુંડાઓ માટે એક જ જગ્યા છે અને તે જેલ છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ પીએમ મોદીની ખુબ જ પ્રશંસા કરી. યોગીએ કહ્યું, ‘અમારી પાસે મોદીનું નામ અને કામ છે. આવામાં અમે તેમના નામ અને કામ સાથે તમારી પાસે આવ્યા છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે તમે ફરી અમારી સાથે છો. ‘

ખેડૂતોનું દેવું અમે માફ કર્યું…..

ખેડૂતોની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે અગાઉની સરકારોએ ખેડૂતો માટે કશું કહ્યું નથી. યોગીએ કહ્યું કે જ્યારે તેમની સરકાર સત્તા પર આવી ત્યારે સરકારે ખેડૂતોનું દેવું માફ કરી દીધું. યોગીએ સ્પષ્ટપણે કહ્યું કે અમે જે વચન આપ્યું હતું તે બધા પુરા પૂરું કર્યા છે.