Not Set/ બિહાર : પુરના કારણે 67ના મોત,46 લાખ લોકોની હાલત ખરાબ

બિહાર, બિહારના 12 જીલ્લામાં આવેલ પુરના અને  વરસાદ હવે મોતનું તાંડવ મચાવી રહ્યુ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. પૂરનાં કારણે હજારો લોકો પોતાની ઘરથી દૂર જવા મજબૂર બની ગયા છે. દરમિયાન, પૂરમાં ડૂબતા લોકોની સંખ્યા વધીને 67 થઈ ગઈ છે. જયારે 46 લાખ 83 હજારથી વધારે લોકો પ્રભાવિત થયા છે. અપને જણાવી દઈએ […]

Top Stories India
mahi બિહાર : પુરના કારણે 67ના મોત,46 લાખ લોકોની હાલત ખરાબ

બિહાર,

બિહારના 12 જીલ્લામાં આવેલ પુરના અને  વરસાદ હવે મોતનું તાંડવ મચાવી રહ્યુ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. પૂરનાં કારણે હજારો લોકો પોતાની ઘરથી દૂર જવા મજબૂર બની ગયા છે. દરમિયાન, પૂરમાં ડૂબતા લોકોની સંખ્યા વધીને 67 થઈ ગઈ છે. જયારે 46 લાખ 83 હજારથી વધારે લોકો પ્રભાવિત થયા છે.

અપને જણાવી દઈએ કે બુધવારે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારના 12 જિલ્લાઓમાં-શિવહર, સીતામઢી, મુઝફ્ફરપુર, પૂર્વી ચંપારણ, મધુબની, દરભંગા, સહરસા, સુપૌલ, કિશનગંજ, આરરિયા, પૂર્ણિયા અને કટિહારમાં અત્યાર સુધી 67 લોકોના મોત થયા છે. જ્યારે 46 લાખથી 83 હજાર લોકોની વસ્તીને અસર થઈ છે.

બિહારમાં પૂરથી 67 લોકોમાં સીતામઢીમાં 17, અરરિયામાં 12, મધુબનીમાં 11,શિવહરમાં 9, પૂર્ણિયામાં 7, દરભંગામાં 5, કિશનગંજમાં 4 અને સુપૌલમાં 2 લોકોના મોત થયા છે. પૂરગ્રસ્ત 12 જિલ્લાઓમાં કુલ 137 રાહત શિબિર ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાં 1,14,721 લોકો આશ્રયસ્થાન લઇ રહ્યા છે. તેમના ભોજન વ્યવસ્થા માટે 1,116 સમુદાય રસોડા ચલાવવામાં આવી રહ્યા છે.

Bihar Flood: यहां चलते हैं घर, खिसकते हैं गांव, ना हो यकीं तो हम बताते हैं वजह, जानिए

રાહત અને બચાવ કાર્ય માટે, એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 26 ટીમો સ્થાપિત કરવામાં આવી છે અને 125 મોટરબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, બિહાર વિધાનસભાની પરિષદમાં બુધવારે પત્રકારો સાથે વાત કરતાં, વરિષ્ઠ આરજેડી નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબરી દેવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યમાં પૂરને “રાષ્ટ્રીય આપત્તિ” જાહેર કરવાની વિનંતી કરી હતી.

kosi13 બિહાર : પુરના કારણે 67ના મોત,46 લાખ લોકોની હાલત ખરાબ

બિહારમાં સ્થિતિ બેકાબુ બની છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ રાજ્યમાં આવેલા પૂરને લઇને નીતીશ સરકાર પર શાંબ્દિક હુમલો કર્યો છે. મંગળવારે વિધાન પરિષદમાં રાબડી દેવી એ કહ્યુ કે, બિહારમાં રોજ પૂલ તૂટી રહ્યા છે. પરંતુ નીતીશ કુમાર માત્ર હવાઈ સફર કરી રહ્યા છે. પૂરથી પ્રભાવિત લોકો માટે ન તો ખાવાની  વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે ન તો પાણીની. પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકો આજે ઉંદર ખાવા પર મજબૂર બન્યા છે. જ્યારે ખાવા માટે સરકાર તરફથી મદદ ન મળે તો લોકો ઉંદર જ ખાશે. તેમણે વધુમાં કહ્યુ કે, નીતીશ કુમારને જમીની માર્ગ પર જઇને પૂરની સ્થિતિ જોવી જોઇએ. ત્યારે જ હકીકત ખબર પડશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.