Not Set/ ડુંગળી વેચવા ગયેલા ખેડૂતનું તળિયે બેસેલા ભાવ સાંભળીને પ્રાણ પંખેરું ઉડી ગયું

ભોપાલ: ગુજરાતમાં જ નહિ દેશભરમાં ડુંગળી પકવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે મધ્યપ્રદેશમાં એક ખેડૂત માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા ગયો હતો પણ ડુંગળીનાં ભાવ એટલા બધા નીચાં હતા કે તે સાંભળીને જ ખેડૂતને આંચકો લાગ્યો હતો અને તેનું ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મધ્યપ્રદેશના મંદાસુર ખાતે […]

Top Stories India Trending

ભોપાલ: ગુજરાતમાં જ નહિ દેશભરમાં ડુંગળી પકવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે મધ્યપ્રદેશમાં એક ખેડૂત માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા ગયો હતો પણ ડુંગળીનાં ભાવ એટલા બધા નીચાં હતા કે તે સાંભળીને જ ખેડૂતને આંચકો લાગ્યો હતો અને તેનું ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મધ્યપ્રદેશના મંદાસુર ખાતે રહેતા ભૂરેલાલ માલવિયા નામનો ખેડૂત પોતાના વિસ્તારમાં આવેલી મંદાસુર માર્કેટ યાર્ડમાં 27 ક્વિન્ટલ ડુંગળી વેચવા માટે ગયો હતો. માર્કેટ યાર્ડમાં ડુંગળીનાં ભાવ એટલા નીચાં (ઓછા) હતા કે, તેને તેની 27 ક્વિન્ટલ ડુંગળીનાં બદલામાં ફક્ત 10,440/ રૂપિયા જ મળ્યા હતા. એટલે કે, ભૂરેલાલને ડુંગળીના પ્રતિ ક્વિન્ટલ માત્ર 372 રૂપિયા જ મળ્યા હતા.

મહામહેનતથી પકવેલી ડુંગળીના આટલાં ઓછા ભાવ મળવાના કારણે તે હેબતાઇ ગયો હતો અને તેને ત્યાં જ હ્રદયરોગનો હુમલો આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો. આથી આસપાસના લોકોએ તેને સારવાર અંતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેને સારવાર કારગત નીવડી ન હતી અને તેનું મોત નિપજ્યું હતું.

મૃતક ખેડૂત ભૂરેલાલ માલવિયાના મોતની ઘટનાની હકીકત તેના રવિએ જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે, તેના પિતા ડુંગળી વેચવા માટે મંડી (માર્કેટ યાર્ડ)માં ગયા હતા, પરંતુ માર્કેટ યાર્ડમાં ડુંગળીનાં ઓછા ભાવ સાંભળીને તેમને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. જે તેમના માટે જીવલેણ સાબિત થયો હતો.

મૃતક ખેડૂત ભૂરેલાલ માલવિયાનાં પરિવારે સરકાર પાસે સહાયની માંગણી કરી હોવાની વિગતો પણ જાણવા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ ડુગંળી પકવતું મહત્વનું રાજ્ય છે, પરંતુ આ વર્ષે ડુંગળીનો ભાવ તળીયે બેસી જતાં ખેડૂતોને રાતાં પાણીએ રોવાનો વારો આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં હાલમાં જ કોંગ્રેસની સરકાર સત્તા પર આવી છે. કોંગ્રેસની સરકારે સત્તામાં આવતાની સાથે જ ખેડૂતોના દેવાં માફ કર્યા છે.