Not Set/ મૈ ભી ચોકીદાર વાળો ચાનો કપ રેલવેએ હટાવ્યો,તમામ રાજકીય જાહેરાતો દૂર કરવાની સૂચના

દિલ્હી, લોકસભાના ચૂંટણી પ્રચારમાં ભાજપે તેના કેમ્પઈનમાં મૈ ભી ચોકીદાર નું સ્લોગન ચારે બાજુ ગાજતું કર્યું છે.ત્યાં સુધી કે રેલવેમાં ચાના કપ પર ભાજપા માટે ચૂંટણી પ્રચાર કરતા સૂત્ર ‘મૈં ભી ચોકીદાર’ લખેલ જોવા મળ્યું હતું, રેલવેમાં ચા ના કપ પર મૈ ભી ચોકીદારના ચાના કપનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા પછી ચૂંટણી આચાર સંહિતાના […]

Top Stories India Trending
Untitled 1 મૈ ભી ચોકીદાર વાળો ચાનો કપ રેલવેએ હટાવ્યો,તમામ રાજકીય જાહેરાતો દૂર કરવાની સૂચના

દિલ્હી,

લોકસભાના ચૂંટણી પ્રચારમાં ભાજપે તેના કેમ્પઈનમાં મૈ ભી ચોકીદાર નું સ્લોગન ચારે બાજુ ગાજતું કર્યું છે.ત્યાં સુધી કે રેલવેમાં ચાના કપ પર ભાજપા માટે ચૂંટણી પ્રચાર કરતા સૂત્ર ‘મૈં ભી ચોકીદાર’ લખેલ જોવા મળ્યું હતું,

રેલવેમાં ચા ના કપ પર મૈ ભી ચોકીદારના ચાના કપનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા પછી ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ભારે હોબાળો થયો હતો.

ચૂંટણી પંચના સૂત્રો મુજબ ઇલેક્શન કમિશને આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે રેલવે પાસેથી જવાબ માંગ્યો છે.આ સિવાય ‘ચોકીદાર’ સૂત્ર વાળા ચાના કપ બનાવનાર વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી માંગી હતી.

આચાર સંહિતાના પાલન મામલે હવે રેલવે બોર્ડના પ્રમુખ વીકે યાદવે રેલવેના બધા જ ઝોનને સૂચના પત્ર મોકલ્યો હતો કે, રેલવેની દરેક મિલકત પરથી બધી જ પ્રકારની રાજકીય જાહેરાતોને હટાવી લેવી.

આ પહેલા કેટલાક દિવસો પહેલા રેલવેએ આચાર સંહિતા લાગૂ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફોટોવાળી ટિકિટ મુસાફરોને આપતા સ્પષ્ટતા આપવાની ફરજ પડી હતી.

તાજેતરમાં જ ચાના કપ પર ભાજપાનું સૂત્ર ‘મૈં ભી ચોકીદાર’ લખેલ હતું, જેના કારણે રેલવે પર સવાલો ઊઠવા લાગ્યા હતા. યાદવ તરફથી જાહેર સૂચના પત્રમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું થે કે, રેલવે ટિકિટ, રેલવેની સ્ટેશનરી, રેલવે કોચ, રેલવે સ્ટેશન અને રેલવેની કોઇ પણ મિલકત પરથી નેતાઓની ફોટો વાળી જાહેરાતોને તાત્કાલિક ધોરણે હચાવી લેવી તથા આ મામલે જાહેરાત કરતી એજન્સીએ સંલગ્ન ઓથોરિટીને જાણકારી આપવી.