Not Set/ કોણ બનશે ભાજપના નવા અધ્યક્ષ? જે પી નડ્ડા કે ભુપેન્દ્ર યાદવ?

ભારતીય જનતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના મોદી સરકારમાં ગૃહમંત્રી બન્યા બાદ હવે ચર્ચા એ વાતની છે કે પાર્ટીમાં આગામી અધ્યક્ષ કોણ હશે. અધ્યક્ષ પદને લઈને ભાજપમાં મંત્રણા પણ શરૂ થઈ છે. શનિવારના રોજ ગૃહમંત્રાલયનું પદ સંભાળ્યા બાદ મોડી રાત્રે સુધી 9 વાગ્યે અમિત શાહે પાર્ટી મહાસચિવ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યના સંગઠનમાં ઝડપી […]

Top Stories India
aw 5 કોણ બનશે ભાજપના નવા અધ્યક્ષ? જે પી નડ્ડા કે ભુપેન્દ્ર યાદવ?

ભારતીય જનતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના મોદી સરકારમાં ગૃહમંત્રી બન્યા બાદ હવે ચર્ચા એ વાતની છે કે પાર્ટીમાં આગામી અધ્યક્ષ કોણ હશે. અધ્યક્ષ પદને લઈને ભાજપમાં મંત્રણા પણ શરૂ થઈ છે. શનિવારના રોજ ગૃહમંત્રાલયનું પદ સંભાળ્યા બાદ મોડી રાત્રે સુધી 9 વાગ્યે અમિત શાહે પાર્ટી મહાસચિવ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યના સંગઠનમાં ઝડપી ચૂંટણીઓ કરવા અંગે ચર્ચા કરવામાં આવી, જેથી પ્રમુખપદના પદ પર ચૂંટણીનો રસ્તો ઝડપથી સાફ થઈ શકે.

આપને જણાવી દઈએ કે દેશભરમાં પચાસ ટકાથી વધુ રાજ્યમાં ચૂંટણી સમાપ્ત થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકી નહીં. પહેલાં સપ્ટેમ્બરમાં 2018 માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં  અધ્યક્ષ અમિત શાહનું કાર્યકાળ 6 મહિના માટે વધારવામાં આવ્યું હતું. હવે ચૂંટણીમાં બીજેપીને ભારે વિજય મળ્યો છે અને અમિત શાહ હોમ મિનિસ્ટર બની ગયા છે. હવે નવા અધ્યક્ષને લઇને ચર્ચાઓ શરૂ થઈ છે

માનવામાં આવી રહ્યું છે કે જેપી નડ્ડા અને ભુપ્રેન્દ્ર યાદવમાંથી કોઈ એકના નામ પર પ્રમુખની મોહર લાગી શકે છે. સૂત્રોનું માનવામાં આવે તો જેપી નડ્ડા રેસમાં સૌથી આગળ છે.કારણ કે તેમણે ચૂંટણી પ્રભારી પણ રહયાં છે,બીજેપીએ ફરી એક વાર મોટી જીત મેળવી છે અને છતાં પણ તેમને મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. આવામાં હવે જોવાનું છે કે બીજેપીના નવા અધ્યક્ષ તરીકે કોના નામ પર મુહર લાગે છે.

કોણ છે જેપી નડ્ડા

જેપી નડ્ડા હિમાચલ પ્રદેશના બ્રાહ્મણ સમુદાયથી આવે છે, તેઓ પર બીજેપી ટોચનું નેતૃત્વ ખૂબ વિશ્વાસ ધરાવે છે અને અમિત શાહની નજીક પણ છે. તેમની જોડે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ રહ્યો છે અને તેમની છબી સ્વચ્છ-સુથરી અને માનિતાની છે. તે મોદીની આગેવાની ધરાવનાર પ્રથમ એનડીએ સરકારમાં આરોગ્ય મંત્રી હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, નડ્ડા બીજેપી સંસદીય બોર્ડના સભ્યો પણ છે જે બીજેપીની ટોચની નિર્ણાયક સંસ્થા છે. આ રીતે જોઈએ તો પણ જે પી નડડાને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

કોણ છે ભુપેન્દ્ર યાદવ?

ભુપ્રેન્દ્ર યાદવે બીજેપી સંગઠનમાં ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી છે. હાલમાં રાજસ્થાન થી રાજય સભામાં હોવાની સાથે જ યાદવ સંગઠનમાં રાષ્ટ્રીય મહાસચિવની પદની જવાબદારી પણ નિભાવી રહયાં છે. ભુપ્રેન્દ્ર યાદવ ગુજરાતમાં પણ મહત્વની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. તેઓની રાજસ્થાનની પૂર્વ સી.એમ.વસુંધરા રાજેની નજીકના માનવામાં આવે છે.