THOMAS CUP/ ભારતે મલેશિયાને 3-2થી હરાવ્યું, 43 વર્ષ બાદ સેમીફાઇનલમાં એન્ટ્રી

ભારતીય ટીમ થોમસ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ગુરુવારે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મલેશિયાની ટીમને 3-2થી હરાવી હતી

Top Stories Sports
12 1 4 ભારતે મલેશિયાને 3-2થી હરાવ્યું, 43 વર્ષ બાદ સેમીફાઇનલમાં એન્ટ્રી

ભારતીય ટીમ થોમસ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ગુરુવારે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મલેશિયાની ટીમને 3-2થી હરાવી હતી. એક સમયે સ્કોર 2-2ની બરાબરી પર હતો. આ પછી એચએસ પ્રણોયે નિર્ણાયક મેચમાં ભારતીય ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો મેડલ નિશ્ચિત કરી લીધો છે.

ભારતીય ટીમ 43 વર્ષ બાદ સેમિફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ટીમ 1952, 1955 અને 1979માં સેમીફાઈનલમાં પહોંચી હતી. જો કે, પછી માત્ર ફાઇનલમાં પહોંચેલી ટીમોને જ મેડલ આપવામાં આવ્યા હતા. આ વખતે ટીમે ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો છે.

ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર લક્ષ્ય સેન પ્રથમ મેચ લી જિયા જિયાના હાથે હારી ગયો હતો.