Cricket/ ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું, ત્રીજી મેચ જીતી અને ICC રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયું

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સિરીઝ રમાઈ હતી. ભારતે આ મેચ 90 રને જીતીને ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ…

Top Stories Sports
India beat New Zealand

India beat New Zealand: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સિરીઝ રમાઈ હતી. ભારતે આ મેચ 90 રને જીતીને ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં નંબર વન બની ગઈ છે. કિવી ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નવ વિકેટ ગુમાવીને 385 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં 295 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી શુભમન ગિલ અને રોહિત શર્માએ સદી ફટકારી હતી. જ્યારે ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ પણ સદી ફટકારી હતી. કોનવે પોતાની ટીમ જીતી શક્યો નહોતો.

ફિન એલન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે બીજા ઓપનર ડેવોન કોનવેએ 100 બોલનો સામનો કરીને 138 રનની સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 12 ચોગ્ગા અને 8 છગ્ગા નીકળ્યા હતા. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા હેનરી નિકોલ્સે 40 બોલનો સામનો કરીને 42 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા નીકળ્યા હતા. ડેરિલ મિશેલે 31 બોલનો સામનો કરીને 24 રનની ઇનિંગ રમી હતી. મિશેલના બેટમાંથી બે ચોગ્ગા નીકળ્યા હતા. માઈકલ બ્રેકવેલે 26 રનની ઈનિંગ રમી હતી. મિચેલ સેન્ટનરે 34 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે કિવી ટીમ 295 રન સુધી પહોંચી શકી હતી.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારી હતી. રોહિત શર્માએ 101 રનની સદીની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 6 છગ્ગા નીકળ્યા હતા. બીજા ઓપનર શુભમન ગિલે 78 બોલનો સામનો કરીને 112 રનની સદી ફટકારી હતી. આ દરમિયાન ગિલના બેટમાંથી 13 ચોગ્ગા અને પાંચ છગ્ગા નીકળ્યા હતા. વિરાટ કોહલીએ 36 રનની ઇનિંગ રમી હતી. જ્યારે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવેલા વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ 54 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. ભારતીય બોલરોની જો વાત કરવામાં આવે તો શાર્દુલ ઠાકુરે 6 ઓવરમાં 45 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે પણ નવ ઓવરમાં 62 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 7.2 ઓવરમાં 43 રન આપીને બે વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ 6 ઓવરમાં 37 રન આપીને એક વિકેટ લીધી હતી. ઉમરાન મલિકે 7 ઓવર નાંખી અને 52 રન આપીને એક વિકેટ લીધી.

આ પણ વાંચો: global health/આ ‘ઝેર’નું સેવન કરીને અબજો લોકોનું હૃદય નબળું પડી રહ્યું છે