Not Set/ કોંગ્રેસને સુપ્રિમકોર્ટનો ઝટકો,અલગ અલગ બેલેટથી જ યોજાશે ચૂંટણી

દિલ્હી, રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો ધક્કો લાગ્યો છે.ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરતાં માંગ કરી હતી કે રાજ્યસભાની બંને સીટો પર એકસાથે ચૂંટણી યોજવામાં આવે. ગુજરાતમાં રાજ્યસભાની બન્ને બેઠકોની અલગ અલગ બેલેટથી ચૂંટણી કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી ચૂંટણીપંચના […]

Top Stories India
aav 1 કોંગ્રેસને સુપ્રિમકોર્ટનો ઝટકો,અલગ અલગ બેલેટથી જ યોજાશે ચૂંટણી

દિલ્હી,

રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો ધક્કો લાગ્યો છે.ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરતાં માંગ કરી હતી કે રાજ્યસભાની બંને સીટો પર એકસાથે ચૂંટણી યોજવામાં આવે.

ગુજરાતમાં રાજ્યસભાની બન્ને બેઠકોની અલગ અલગ બેલેટથી ચૂંટણી કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી ચૂંટણીપંચના નિર્ણયને માન્ય રાખ્યો છે.

મંગળવારે સુપ્રિમ કોર્ટે આ પીટીશન ફગાવતા ઇલેક્શન કમિશનને રાજ્યસભાની ચૂંટણી યોજવા આગળ વધવા જણાવ્યું.સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ તબક્કે આ મામલે કોર્ટ દરમિયાનગીરી નહીં કરે.

ગુજરાતની રાજ્યસભાની બે સીટો માટે 5 જુલાઇએ ચૂંટણી યોજાવવાની છે.ઇલેક્શન કમિશનના જાહેરનામા પ્રમાણે રાજ્યસભાની બંને સીટો માટે અલગ અલગ ચૂંટણી યોજાશે.

સુપ્રિમ કોર્ટે સવાલ પુછતા જણાવ્યું કે આમાં ફંડામેન્ટલ રાઇટ્સનું ક્યાં કોઇ ઉલ્લંઘન થાય છે?

ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભામાં ચૂંટાયા પછી તેમની રાજ્યસભાની સીટો ખાલી પડી હતી.આ સીટો માટે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવવાની છે.જેના માટે ભાજપમાંથી એસ.જયશંકર અને જુગલ ઠાકોર ઉમેદવારી નોંધાવશે.જ્યારે કોંગ્રેસમાંથી ડો.ચંન્દ્રીકાબહેન ચુડાસમા અને ગોરાંગ પંડ્યાએ ઉમેદવારી નોંધાવી છે.