Not Set/ Spice Jet હવે એર કાર્ગો ક્ષેત્રે પોતાની સર્વિસ પણ શરૂ કરશે

અમદાવાદ: સસ્તાં ભાડાંની એરલાઈન તરીકે દેશભરમાં પ્રસિદ્ધ Spice Jet લિમિટેડ દ્વારા હવે એર કાર્ગો સર્વિસને લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. લોજિસ્ટિકસ ઉદ્યોગની જબરદસ્ત સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આવક વધારવાના હેતુથી એરલાઈન કંપની દ્વારા આ સર્વિસ શરૂ કરવામાં આવનાર છે. ગુડગાંવ સ્થિત સ્પાઈસ જેટ એરલાઈન દ્વારા આગામી તા. 18 સપ્ટેમ્બરથી સ્પાઈસ એકસપ્રેસ બ્રાન્ડ નામની હેઠળ આ […]

Top Stories India Trending Business
Spice Jet will also launch Air Cargo Service

અમદાવાદ: સસ્તાં ભાડાંની એરલાઈન તરીકે દેશભરમાં પ્રસિદ્ધ Spice Jet લિમિટેડ દ્વારા હવે એર કાર્ગો સર્વિસને લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

લોજિસ્ટિકસ ઉદ્યોગની જબરદસ્ત સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આવક વધારવાના હેતુથી એરલાઈન કંપની દ્વારા આ સર્વિસ શરૂ કરવામાં આવનાર છે.

ગુડગાંવ સ્થિત સ્પાઈસ જેટ એરલાઈન દ્વારા આગામી તા. 18 સપ્ટેમ્બરથી સ્પાઈસ એકસપ્રેસ બ્રાન્ડ નામની હેઠળ આ સર્વિસ શરૂ કરવામાં આવશે અને તેનું સંચાલન સ્પાઈસ જેટ લિ.ની અલગ બિઝનેસ કંપની દ્વારા કરવામાં આવશે.

પ્રારંભિક ધોરણે સ્પાઈસ એક્સપ્રેસ દ્વારા એર કાર્ગો સર્વિસ હેઠળ દિલ્હી, બેન્ગલુરુ, ગુવાહાટી, હોંગકોંગ, કાબુલ અને અમૃતસરને આવરી લેવામાં આવશે.

ભારતમાં એર કાર્ગો સર્વિસીસ માટે વિશાળ માર્કેટ છે. જેમાં ઘણું કામ થઈ શકે છે. ઓછા ખર્ચનું માળખું ધરાવતી સ્પાઈસજેટ આ જરૂરિયાતને પૂરી કરવા માટે એકદમ પરફેકટ છે તેમ સ્પાઈસજેટના ચેરમેન અજયસિંઘે જણાવ્યું હતું.

સ્પાઈસ જેટના વર્તમાન કાફલાની દૈનિક કાર્ગો કેપેસિટી લગભગ 500 ટન છે, જેમાં પેસેન્જર વિમાનમાં ઉપલબ્ધ કાર્ગો જગ્યા પણ સામેલ છે. સ્પાઈસ એકસપ્રેસ લોન્ચ કરવાથી આ ક્ષમતા તબકકાવાર વધીને 900 ટન સુધી પહોંચી જશે, કારણ કે કંપની માર્ચ 2019 સુધીમાં ચાર ફ્રેઈટર વિમાન ઉમેરવાની છે.

ભારતમાં સમર્પિત એર કાર્ગો સવિર્સિસ શરૂ કરવાની સ્પાઈસ જેટ પ્રથમ શિડ્યુઅલ ડોમેસ્ટિક એરલાઈન બની જશે. કંપનીએ તેના પ્રથમ ફ્રેઈટર વિમાન તરીકે બોઈગ 737-700 વિમાનને સામેલ કર્યું છે અને પ્રથમ ફલાઈટ દિલ્હીથી બેન્ગલુરુની હશે. આ એરલાઈન કંપનીએ ભાડે લીધેલા આ વિમાનના કાર્ગો વહનની ક્ષમતા 20 ટનની છે.