Not Set/ ચેન્નાઈ : એસીના ઝેરી ગેસના લીધે પરિવારના ત્રણ સભ્યોની મોત

નવી દિલ્લી ઘરમાં એર કંડીશનરનો ઉપયોગ એક પરિવાર માટે મોતનો કાળ બન્યો છે. એસીમાંથી નીકળેલા ઝેરી ગેસને લીધે પરિવારના ત્રણ લોકોની મોત થઇ ચુકી છે જેમાં આઠ વર્ષીય બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઘટના તમિલનાડુના ચેન્નાઈ શહેરની છે. સ્થાનિક પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે આ પરિવાર તિરુવલ્લુર નગરમા રહેતા હતા. ઘણા સમય સુધી આ […]

Top Stories India Trending
google ai predict death artificial intelligence ચેન્નાઈ : એસીના ઝેરી ગેસના લીધે પરિવારના ત્રણ સભ્યોની મોત

નવી દિલ્લી

ઘરમાં એર કંડીશનરનો ઉપયોગ એક પરિવાર માટે મોતનો કાળ બન્યો છે. એસીમાંથી નીકળેલા ઝેરી ગેસને લીધે પરિવારના ત્રણ લોકોની મોત થઇ ચુકી છે જેમાં આઠ વર્ષીય બાળકનો પણ સમાવેશ થાય છે.

આ ઘટના તમિલનાડુના ચેન્નાઈ શહેરની છે. સ્થાનિક પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે આ પરિવાર તિરુવલ્લુર નગરમા રહેતા હતા. ઘણા સમય સુધી આ પરિવારે દરવાજો ખોલ્યો નહતો જેના લીધે આજુબાજુના પાડોશીઓને શક ગયો હતો અને પોલીસને બોલાવી હતી. પોલીસે આવીને દરવાજો તોડ્યો ત્યારે ઘરમાં ત્રણ મૃતદેહ પડ્યા હતા.

પોલીસના વરિષ્ઠ અધિકારીએ ન્યુઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે સોમવારે આ પરિવાર જ્યાં રહે છે ત્યાં ઈલેક્ટ્રીસીટી જતી રહી હતી. વીજળી જતી રહેવાને લીધે આ પરિવારે ઇન્વરટર ચાલુ કર્યું હતું. એર કંડીશનરના ઝેરી ગેસને લીધે દંપતી અને તેમનું આઠ વર્ષીય સંતાન મોતને ભેટ્યા હતા.