Not Set/ ચીન તથા ભારત વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું તો? ચારધામ પ્રોજેક્ટ મુદ્દે કેન્દ્રનો SCમાં જવાબ

ભારતીય સેના પોતાના મિસાઈલ લોન્ચર અને મશીનરી ઉત્તરી ચીન સીમા તરફ લઇ જવા માટે સક્ષમ નથી થઇ રહી તો ન કરે નારાયણ અને યુદ્ધ છેડાઈ જાય તો ભારતીય સેનાને ભારે મુશ્કેલી પડી શકે છે. ભારતીય સેના કેવી રીતે પડકાર જીલી શકશે? આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂરી છે.

Top Stories India
ચારધામ પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં ચારધામ પ્રોજેક્ટને લઈને રોડની પહોળાઈ વધારવા મુદ્દે કેન્દ્ર સરકારે મહત્વની ટીપ્પણી કરી છે. કેન્દ્રે કહ્યું છે કે, ભારત-ચીન નિયંત્રણ રેખા તરફ જઈ રહેલા સરહદીય રસ્તાઓ માટે ફીડર રોડ છે. તેણે 10 મીટર સુધી પહોળા કરવા માટે પરવાનગી આપી જોઈએ. કેન્દ્ર તરફથી દલિલ કરતા એટોર્ની જનરલ કે.વેણુગોપાલે કહ્યું હતું કે, આ દુર્ગમ વિસ્તાર છે, જ્યાં સેનાને ભારે વાહન, મશીનરી, હથિયાર, ટેન્ક, સૈનિકો અને અન્ય વાહનોને લઇ જવાની આવશ્યકતા છે. જો ભારતીય સેના પોતાના મિસાઈલ લોન્ચર અને મશીનરી ઉત્તરી ચીન સીમા તરફ લઇ જવા માટે સક્ષમ નથી થઇ રહી તો ન કરે નારાયણ અને યુદ્ધ છેડાઈ જાય તો ભારતીય સેનાને ભારે મુશ્કેલી પડી શકે છે. ભારતીય સેના કેવી રીતે પડકાર જીલી શકશે? આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂરી છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને સપ્ટેમ્બર2020 ના એક આદેશમાં ફેરબદલ કરવાની માંગ કરી છે. જેમાં ચારધામ પ્રોજેક્ટમાં રોડની પહોળાઈ 5 મીટર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગુરુવારે આ મામલે કેન્દ્ર અને અરજીકરતાની દલિલ સંભાળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. સાથે કોર્ટે બંને પક્ષને બે દિવસની અંદર લેખિત નિવેદન આપવા જણાવ્યું છે. કોર્ટે નક્કી કરવાનું છે કે,  અંદાજે 900 કિલોમીટરની ચાર ધામ ઓલ વેધર રાજમાર્ગ પ્રોજેક્ટમાં રોડની પહોળાઈ વધારી શકાશે કે નહીં?

નોંધનીય છે કે, અરજીકર્તા NGO વતી કોલિન ગોન્સાલ્વેસે આ મામલે કહ્યું કે, સેનાએ ક્યારેય એવું નથી કહ્યું કે અમે રસ્તા પહોળા કરવા માંગીએ છીએ. રાજકીય સત્તામાં બેઠેલા ઉચ્ચ વ્યક્તિઓ ચાર ધામ યાત્રા પર હાઇવે ઇચ્છતી હતી. ત્યારબાદ સેના સહભાગી બની હતી. આ વર્ષે મોટા પ્રમાણમાં ભૂસ્ખલનથી પહાડોમાં થયેલા નુકસાનમાં વધારો થયો છે. જસ્ટિસ સૂર્યકાન્તે કોલિન ગોન્સાલ્વિસને પૂછ્યું હતું કે, શું તેમની પાસે સરહદની બીજી બાજુએ હિમાલયની પરિસ્થિતિ અંગે કોઈ રિપોર્ટ છે જ્યાં ચીનીઓએ કથિત રીતે ઈમારતો અને સ્થાપનો બાંધ્યા છે.ગોન્સાલ્વિસે કહ્યું કે, ચીનની સરકાર પર્યાવરણની સુરક્ષા માટે જાણીતી નથી. અમે પ્રયાસ કરીશું. અને જુઓ કે શું અમને ત્યાંની પરિસ્થિતિ અંગે કોઈ રિપોર્ટ મળી શકે છે.

ચારધામ પ્રોજેક્ટનો હેતુ પર્વતીય રાજ્યના ચાર પવિત્ર સ્થળો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને દરેક પરિસ્થિતિમાં જોડવાનો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દરેક સિઝનમાં ચાર ધામ યાત્રા કરી શકાશે. આ પ્રોજેક્ટ હેઠળ 900 કિલોમીટર લાંબા રોડ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 400 કિમી રોડ પહોળો કરવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં 25,000 વૃક્ષો કાપવામાં આવ્યા છે, જેના કારણે પર્યાવરણવાદીઓ નારાજ છે. એનજીઓ ‘સિટિઝન્સ ફોર ગ્રીન દૂન’ એ 26 સપ્ટેમ્બર 2018ના રોજ NGTના આદેશ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એનજીટીએ વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. એનજીઓએ દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ દ્વારા પ્રદેશની ઇકોલોજીને થયેલ નુકસાનની ભરપાઈ કરવામાં આવશે નહીં.