Not Set/ દેશની સુરક્ષાને લઇ ઉભા થયા સવાલો, વાયુસેના પાસે પૈસા ખૂટવાને કારણે અટકી પડ્યા આ ખાસ પ્રોજેક્ટ

દેશની વાયુસેના સખત નાણાભીડમાં સપડાઈ છે. સરકાર દ્વારા બજેટ ઓછું ફાળવવાને કારણે આધુનિક શસ્ત્રો ખરીદવા માટે તેને પૈસાનાં ફાંફાં પડી રહ્યા છે. આથી એરફોર્સ દ્વારા હેલિકોપ્ટર્સ તેમજ મિસાઇલ્સ અને સ્માર્ટ બોંબની ખરીદી અટવાઈ છે. બીજી તરફ પૈસાનાં અભાવે પશ્ચિમ અને પૂર્વ સરહદોની રક્ષા માટે મહત્ત્વનાં એરબેઝનાં રનવેનું રિપેરિંગ પણ બંધ કરવું પડયું છે. એરફોર્સ માટે […]

Top Stories India Trending
iaf દેશની સુરક્ષાને લઇ ઉભા થયા સવાલો, વાયુસેના પાસે પૈસા ખૂટવાને કારણે અટકી પડ્યા આ ખાસ પ્રોજેક્ટ
દેશની વાયુસેના સખત નાણાભીડમાં સપડાઈ છે. સરકાર દ્વારા બજેટ ઓછું ફાળવવાને કારણે આધુનિક શસ્ત્રો ખરીદવા માટે તેને પૈસાનાં ફાંફાં પડી રહ્યા છે. આથી એરફોર્સ દ્વારા હેલિકોપ્ટર્સ તેમજ મિસાઇલ્સ અને સ્માર્ટ બોંબની ખરીદી અટવાઈ છે. બીજી તરફ પૈસાનાં અભાવે પશ્ચિમ અને પૂર્વ સરહદોની રક્ષા માટે મહત્ત્વનાં એરબેઝનાં રનવેનું રિપેરિંગ પણ બંધ કરવું પડયું છે.
એરફોર્સ માટે રૂ. ૧૦,૪૦૦ કરોડનાં શસ્ત્ર ખરીદીનાં સોદા અટવાયા
રશિયા પાસેથી ૪૮ નંગ MI-૧૭ V૫ મીડિયમ લિફ્ટ હેલિકોપ્ટર્સ રૂ. ૬,૯૦૦ કરોડનાં રૂપિયે ખરીદવાના અને ૩૨ બ્રિટિશ હોક વિમાન ખરીદવાનાં રૂ. ૩,૫૦૦ કરોડનાં સોદા પર ઠંડું પાણી રેડી દેવામાં આવ્યું છે. રશિયા પાસેથી લેઝર ગાઇડેડ મિસાઇલ્સ ખરીદવાનાં સોદા પણ અટવાયા છે. એરફોર્સે સરકાર પાસે મૂડીખર્ચ પેટે ૨૦૧૮-૧૯ માટે રૂ. ૭૭,૬૯૫ કરોડ માગ્યા હતા જેની સામે ફક્ત રૂ. ૩૫,૭૭૦ કરોડ જ આપવામાં આવ્યા છે જ્યારે રોજબરોજનાં ખર્ચા માટે રૂ. ૩૫,૨૬૧ કરોડની સામે ફક્ત રૂ. ૨૮,૮૨૧ કરોડ જ આપવામાં આવ્યા છે. આર્મીને માગણી સામે ૬૦ ટકા અને નેવીને ૫૬ ટકા રકમ જ ફાળવાઈ છે.
ચીન બોર્ડર પર આધુનિક વિમાનોનો કાફલો ખડકી રહ્યો છે
તિબેટ ઓટોનોમસ રિજિયન (TAR)માં ૧૪ એરબેઝ, એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ અને હેલિપેડનાં કામ અટક્યા છે. ચીન બોર્ડર પર ભૂગર્ભમાં વિમાનનાં હેંગર અને ર્પાિકગ બનાવી રહ્યું છે ક્યાંક પહાડોમાં સુરંગો ખોદાઈ રહી છે. આવા સંજોગોમાં ભારત સરકાર દ્વારા એરફોર્સની અવગણના મોંઘી પડી શકે છે.
HAL ઘરનાં છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો
હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ને સરકાર દ્વારા યુદ્ધ વિમાનો બનાવવાનાં ઓર્ડર્સ નહીં મળતા છેલ્લા કેટલાક મહિનાઓથી HALન્ના સ્ટાફને નવરાધૂપ બેસવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા એક તરફ મેક ઇન ઈન્ડિયાની સુફિયાણી વાતો કરવામાં આવે છે અને બીજી તરફ સરકાર રાફેલનો સોદો ખાનગી કંપનીઓને લહાણી કરી રહી છે. આમાં ઘરનાં છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો ઘાટ સર્જાયો છે.
રાફેલનું કામ મળશે તેવી આશા પર ઠંડું પાણી ફરી વળ્યું
HALન્ના કુલ ૨૯,૦૩૫ કર્મચારી છે બેંગ્લુરૂનાં એક યુનિટનાં ૩,૦૦૦ કર્મચારી કામકાજનાં ઓર્ડર્સ વિના નવરાધૂપ બેઠા છે. જગુઆર અને મિરાજને અપગ્રેડ કરવાનું કામ પૂરું થઈ ગયું છે. તેમને આશા છે કે તેજસનાં પ્રોજેક્ટમાં તેમને કામ આપવામાં આવશે. એક અધિકારીએ કહ્યું કે તેમને ૧૦૮ રાફેલ વિમાનોના મેઇન્ટેનન્સનું અને અન્ય કામ મળશે પણ સોદો ૩૬ વિમાનો સુધી અટકી ગયો અને તેનો કોન્ટ્રાક્ટ સરકારે ખાનગી કંપનીને આપી દેતા કર્મચારીઓની આશા પર ઠંડું પાણી ફરી વળ્યું હતું.