Not Set/ ટ્રમ્પનો ભારતને ઝટકો – 2 મે બાદ ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત નહીં કરી શકે

અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરેક દેશની ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ લાદ્યો છે. અમેરિકાના આ નિર્ણયની સૌથી વધુ અસર ભારત અને ચીન પર થશે. જો કે ભારત સરકાર ઇરાનથી તેલની આયાત પર અમેરિકાના પ્રતિબંધના નિર્ણયની અસર અંગે અભ્યાસ કરી રહી છે. વ્હાઇટ હાઉસે ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત […]

Top Stories India
Trump 2 ટ્રમ્પનો ભારતને ઝટકો – 2 મે બાદ ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત નહીં કરી શકે

અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરેક દેશની ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ લાદ્યો છે. અમેરિકાના આ નિર્ણયની સૌથી વધુ અસર ભારત અને ચીન પર થશે. જો કે ભારત સરકાર ઇરાનથી તેલની આયાત પર અમેરિકાના પ્રતિબંધના નિર્ણયની અસર અંગે અભ્યાસ કરી રહી છે.

વ્હાઇટ હાઉસે ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત કરતા ભારત સહિતના દેશોની આયાત પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધ 2 મેથી લાગુ થશે. આ પહેલા વોશ્ગિંટન પોસ્ટના અહેવાલમાં ક્રૂડ આયાત પર વધુ છૂટ ના દેવાના સમાચાર પ્રકાશિત થયા હતા.

ઇરાનને એકલુ-અટુલું પાડવાની ફિરાકમાં અમેરિકા

અમેરિકાએ લાદેલા આ પ્રતિબંધથી અમેરિકાની ઇરાનને એકલું અટૂલુ કરી દેવાની દાનત સ્પષ્ટ થાય છે. હવે એ તો નિશ્વિત થઇ ગયું છે કે જે દેશ ઇરાનથી ક્રૂડની આયાત બંધ નહીં કરે તેને અમેરિકી પ્રતિબંધનો સામનો કરવો પડશે. આ અગાઉ વોશિંગ્ટન પોસ્ટમાં પણ અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં 2મે બાદ અમેરિકા કોઇપણ દેશને ઇરાનથી ક્રૂડ આયાત કરવાની છૂટ નહીં આપે તેવું દર્શાવ્યું હતું.

અમેરિકાના નિર્ણયની ભારત-ચીન પર સૌથી વધુ અસર

નોંધનીય છે કે ગત વર્ષે નવેમ્બર માસમાં અમેરિકાએ ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત કરતા 180 દેશોને તેનો અન્ય વિકલ્પ શોધવા માટે 180 દિવસની છૂટ આપી હતી, અને આ સમય મર્યાદા 2 મે રોજ પૂર્ણ થઇ રહી છે. આ આઠ દેશોમાં સામેલ યૂનાન, ઇટલી અને તાઇવાને પહેલા જ ઇરાનથી ક્રૂડની આયાત ઘટાડીને શૂન્ય કરી છે. અન્ય પાંચ દેશોમાં ભારત, ચીન, તુર્કી, જાપાન અને દક્ષિણ કોરિયા સામેલ છે. આ દેશો પાસે હવે આયાત બંધ કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.