Not Set/ પુલવામા પર ડોઝિયર: ભારતે પુલવામા હુમલા મામલે પાકિસ્તાનને ડોઝિયર સોંપ્યું

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલાને લઈને તૈયાર ડોઝિયર ભારતે પાકિસ્તાનને સોંપી દીધું છે. 14 ફેબ્રુઆરીએ, પુલવામામાં હુમલાને કંઈ રીતે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે અંજામ આપ્યો હતો, આના તમામ પુરાવા ડોઝિયરમાં છે. આ ડોઝિયર પાકિસ્તાનના કાર્યકારી હાઈ કમિશનરને સોંપવામાં આવ્યા હતા. ડોઝિયરમાં જાણવામાં આવ્યું છે કે કંઈ રીતે પુલવામા હુમલાની યોજના પાકિસ્તાની ભૂમિ પર જૈશએ બનાવી […]

Top Stories India Trending
pw 5 પુલવામા પર ડોઝિયર: ભારતે પુલવામા હુમલા મામલે પાકિસ્તાનને ડોઝિયર સોંપ્યું

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલાને લઈને તૈયાર ડોઝિયર ભારતે પાકિસ્તાનને સોંપી દીધું છે. 14 ફેબ્રુઆરીએ, પુલવામામાં હુમલાને કંઈ રીતે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે અંજામ આપ્યો હતો, આના તમામ પુરાવા ડોઝિયરમાં છે. આ ડોઝિયર પાકિસ્તાનના કાર્યકારી હાઈ કમિશનરને સોંપવામાં આવ્યા હતા.

ડોઝિયરમાં જાણવામાં આવ્યું છે કે કંઈ રીતે પુલવામા હુમલાની યોજના પાકિસ્તાની ભૂમિ પર જૈશએ બનાવી હતી. આત્મઘાતી હુમલાખોર ડારનો એક વીડીયો જેમાં તે હુમલા આ હુમલા વિશે વાત કરે છે, તે પણ ડોઝિયરનો ભાગ છે.

વીડીયોમાં ડારને જૈશના એક આતંકીના રૂપમાં બતાવામાં આવી રહ્યો છે જેમાં તે આ હુમલા વિશે વાત કરી રહ્યો છે. જે એ સાબિત કરે છે કે આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, ડોઝિયરમાં આતંકવાદી કામરાનની ફોન કોલ પર થયેલા વાતચીત પણ શામેલ છે. જણાવી દઈએ કે કામરાન જૈશનો આતંકી હતો. જે પુલવામા હુમલા બાદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ પરથી એ સ્પષ્ટ છે કે તે પુલવામા હુમલા પહેલા પાકિસ્તાનમાં જૈશના હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતો.

હુમલામાં ઉપયોગ કરવામાં આવેલ કારના માલિક સજ્જાદ બટ્ટની પણ જાણકારી છે. જૈશ દ્રારા  સજ્જદનું એક પોસ્ટર જારી કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે તે એ જ ફિદાયીન યુનિટમાં જોડાયો હતો જેણે પુલવામા હુમલાને અંજામ આપ્યો હતો. જૈશઅએ હુમલાની યોજના કેવી રીતે બનાવવી તે અંગેની વિગતો ડોઝિયરમાં સાબિતી તરીકે પણ ઉલ્લેખિત કરવામાં અવી છે.

પાકિસ્તાનના કાર્યકારી ઉચ્ચ કમિશનરને બોલાવવામાં આવ્યા હતા..

પાકિસ્તાનના કાર્યકારી ઉચ્ચ કમિશનરને બોલાવીને, વિદેશ મંત્રાલયે પાકિસ્તાની વાયુસેના દ્રારા ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને લક્ષ્ય બનાવવા પર સખત વિરોધ કર્યો છે. તેના એક દિવસ અગાઉ, ભારતએ જૈશ-એ-મોહમ્મદના સામે આતંકવાદ વિરોધી કાર્યવાહીને અંજામ આપ્યો હતો.

મંગળવારે બાલાકોમાં બાલકોટમાં ભારતની કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના 300 આતંકવાદીઓ માર્યા ગયાની સંભાવના છે. જૈશ-એ-મોહમ્મદએ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલામાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી નેતૃત્વ દ્રારા તેમના અંકુશ હેઠળ જમીનમાં આતંકવાદીઓની આતંકી આધારભૂત સુવિધાઓની હાજરીથી સતત ઇનકાર અંગે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાનને એવું કહેવામાં આવ્યું છે કે ભારત ઇચ્છે છે કે પાકિસ્તાન તેના અંકુશની જમીનથી જન્મનાર આતંકવાદના સામે તાત્કાલિક અને પુષ્ટિ કરવાની યોગ્ય કાર્યવાહી કરશે.