Not Set/ જમ્મુ-કાશ્મીર/ અનંતનાગમાં સુરક્ષા દળોને મળી સફળતા, 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં ફાયરિંગમાં ત્રણ આતંકવાદીઓ ઠાર માર્યા છે. વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે. આને જોતાં સર્ચ ઓપરેશન ચાલુ છે. તો બીજી બાજુ ફાયરિંગમાં એક યુવાન પણ ઘાયલ થયો છે. કહેવામા આવી રહ્યું છે કે ફાયરિંગ અનંતનાગની પાજલપોરા ક્ષેત્રે ચાલી રહ્યું છે. સુરક્ષા દળોને અહીં […]

Top Stories India
aamahi 5 જમ્મુ-કાશ્મીર/ અનંતનાગમાં સુરક્ષા દળોને મળી સફળતા, 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં ફાયરિંગમાં ત્રણ આતંકવાદીઓ ઠાર માર્યા છે. વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે. આને જોતાં સર્ચ ઓપરેશન ચાલુ છે. તો બીજી બાજુ ફાયરિંગમાં એક યુવાન પણ ઘાયલ થયો છે.

કહેવામા આવી રહ્યું છે કે ફાયરિંગ અનંતનાગની પાજલપોરા ક્ષેત્રે ચાલી રહ્યું છે. સુરક્ષા દળોને અહીં આતંકવાદીઓની છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. આ દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓ પર ફાયરિંગ શરૂ કર્યું. ત્યારબાદ પોલીસ અને સૈન્યના જવાનો આતંકીઓને જડબાતોડ જવાબો આપ્યા.

જમ્મુ-કાશ્મીર પ્રભાવિત આતંકવાદમાં આતંકવાદી હિંસા અને આતંકવાદીઓની હત્યાની ઘટનાઓ વર્ષ 2017 ની સરખામણીએ વર્ષ 2018 માં અનુક્રમે 80 અને 21 ટકા વધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના 2018-19ના વાર્ષિક અહેવાલ મુજબ, સમાન સમયગાળા દરમિયાન સરહદ ઘુસણખોરીમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે. અહેવાલમાં મહત્વની વાત એ છે કે આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં આતંકવાદી ઘુસણખોરીના 23 પ્રયાસો થયા હતા, જેમાંથી માત્ર 7 જ સફળ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.