Cricket/ ઈન્ડિયા-ઈંગ્લેન્ડ આજથી વન-ડે સીરીઝ માટે તૈયાર, દોઢ વાગ્યાથી થશે મેચનો પ્રારંભ

ટી-20 સીરીઝમાં જીત મેળવી ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ ઘણા ખુશ છે. આપને જણાવી દઇએ કે, આજથી હવે વન-ડે સીરીઝની શરૂઆત થવા જઇ રહી છે.

Top Stories Sports
cricket 51 ઈન્ડિયા-ઈંગ્લેન્ડ આજથી વન-ડે સીરીઝ માટે તૈયાર, દોઢ વાગ્યાથી થશે મેચનો પ્રારંભ
  • આજે ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝ
  • સિરીઝની ત્રણેય વન-ડે મેચ પુણેમાં રમાશે
  • બપોરે 1.30 વાગ્યાથી થશે મેચનો પ્રારંભ
  • રોહિત-ધવનની જોડી ઓપનિંગ કરે તેવી શક્યતા
  • રાહુલ પાંચમા ક્રમાંક પર બેટિંગ કરે તેવી ચર્ચા

ટી-20 સીરીઝમાં જીત મેળવી ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ ઘણા ખુશ છે. આપને જણાવી દઇએ કે, આજથી હવે વન-ડે સીરીઝની શરૂઆત થવા જઇ રહી છે. આજે પુણેનાં એમસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં સીરીઝની પ્રથમ મેચ રમાશે. જે માટે ટીમ ઈન્ડિયા પૂરી રીતે તૈયાર છે. જો કે ટી-20 ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમ વન-ડેમાં મજબૂત પ્રદર્શન સાથે આ પ્રવાસનો અંત લાવવા માંગશે. આવી સ્થિતિમાં, જ્યારે આ બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે, ત્યારે આ મુકાબલો રોમાંચક રહેશે તેવી પૂરી આશા છે. જો કે ટી-20 માં હારનો સ્વાદ ચાંખનાર ઈંગ્લિશ ટીમને વન-ડેમાં હરાવવું આસાન રહેશે નહી.

Cricket / સચીનની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લેજેન્ડ્સે જીતી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની ટ્રોફી

ટીમ ઈંન્ડિયા આજથી વનન-ડે સીરીઝની પ્રથમ મેચ પુણેનાં એમસીએ સ્ટેડિયમ ખાતે રમશે. આ સીરીઝની તમામ મેચ(ત્રણ) પુણેમાં જ રમાશે. આજે બપોરે 1.30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. આ મેચમાં રોહિત-ધવનની જોડી એપનિંગ કરે તેવી પૂરી શક્યતા છે. જ્યારે રાહુલ પાંચમાં ક્રમાંકે બેટિંગ કરે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.

Cricket / અફઘાનિસ્તાનનાં કેપ્ટને ધોનીને પાછળ છોડ્યો, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઈંગ્લેન્ડની સરખામણીએ ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પાસે બેટિંગમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને શિખર ધવન છે, જ્યારે મીડલ ઓર્ડરને સંભાળવા ખુદ કેપ્ટન કોહલી છે, શ્રેયશ ઐયર જેવા તોફાની બેટ્સમેનો છે. હાલમાં રન મશીન કહેવાતા વિરાટ કોહલીનું બેટ પણ જોરદાર બોલી રહ્યુ છે. જો કે, ચોથા નંબરની સ્થિતિ પર શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ વચ્ચેની જંગ જોવા મળી શકે છે. ટી-20 સીરીઝમાં ફ્લોપ હોવા છતાં, કેએલ રાહુલને મધ્યમ ક્રમમાં તક મળી શકે છે, જ્યારે રિષભ પંતને વિકેટકીપર તરીકે રમી શકે છે. વળી બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બુમરાહ ન હોવાને કારણે, ભુવનેશ્વર કુમારની જવાબદારી વધી જશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ