Not Set/ PAK નું જુઠાણું આવ્યું સામે, જુઓ F-16 વિમાનના કાટમાળની તસ્વીરો આવી સામે

ભારતીય સીમામાં ઘૂસીને જે પાકિસ્તાની વિમાન એફ 16 ને ભારતે તોડી પાડ્યું હતું.જેના ટુકડાઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી મળ્યો છે. આ વિમાનને ભારતીય વાયુસેનાના મિગ 21 વિમાનને ત્રાટક્યું હતું. ભારત સરકારે પણ પાકિસ્તાનના વિમાનને તોડી પાડ્યાની પુષ્ટિ કરી હતી. પરંતુ પાકિસ્તાનએ અત્યાર સુધી આ વાતનો ઇનકાર કર્યો છે. પરંતુ સત્ય તો એ છે કે પાકિસ્તાન જે […]

Top Stories India Trending
pw 3 PAK નું જુઠાણું આવ્યું સામે, જુઓ F-16 વિમાનના કાટમાળની તસ્વીરો આવી સામે

ભારતીય સીમામાં ઘૂસીને જે પાકિસ્તાની વિમાન એફ 16 ને ભારતે તોડી પાડ્યું હતું.જેના ટુકડાઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી મળ્યો છે. આ વિમાનને ભારતીય વાયુસેનાના મિગ 21 વિમાનને ત્રાટક્યું હતું. ભારત સરકારે પણ પાકિસ્તાનના વિમાનને તોડી પાડ્યાની પુષ્ટિ કરી હતી. પરંતુ પાકિસ્તાનએ અત્યાર સુધી આ વાતનો ઇનકાર કર્યો છે. પરંતુ સત્ય તો એ છે કે પાકિસ્તાન જે કાટમાળને ભારતના વિમાન હોવાનો દાવો કરી રહ્યું છે તે GE  એન્જિન છે. જે એફ 16 વિમાનમાં લગાવામાં આવે છે.

આનાથિયા એ સાબિત થાય છે કે પાકિસ્તાન જુઠ બોલી રહ્યું છે અને કાટમાળ  F16 વિમાનનું છે જે ભારતે તોડી પાડ્યું છે. એફ 16  ફાઇટર વિમાન પાકિસ્તાનની વાયુસેનાનો ભાગ છે, જે તેણે અમેરિકા પાસેથી ખરીદ્યું છે.

આશ્ચર્યજનક વાત એ છે કે ગઈકાલે પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે તેણે બે ભારતીય એરક્રાફટને તોડી પાડ્યા હતા, પરંતુ પાછળથી તે ફરી ગયા. બીજુ ક્રેશ થયું એ વિમાન ભારતનું નહોતું, પણ પાકિસ્તાનનું જ હતું. જેના કાટમાળ હવે સામે આવ્યા છે.

પાકિસ્તાની મીડિયાનું જુઠાણું સામે આવ્યું…

જે કાટમાળની તસ્વીરો પાકિસ્તાની મીડિયાએ બતાવ્યા હતા અને તેણે કહ્યું હતું કે આ વિમાન ભારતનું છે. પરંતુ હવે તેમનું જૂઠાણું સામે આવી ગયું છે. ભારતીય વાયુસેનાએ એફ 16 ની કાટમાળની પુષ્ટિ કરી છે.

કંઈ રીતે ઘુસ્યા હતા પાકિસ્તાની વિમાન…

બુધવારના રોજ 8 વાગ્યે પાકિસ્તાનના ફાઇટર વિમાન ભારતીય સીમાની અંદર ઘુસ્યા. તેમના લક્ષ્ય પર રાજૌરી અને નૌશેરા સેક્ટરના મિલેટ્રી બેસ હતા. તેઓએ ઘણાં સ્થળોએ બોમ્બ ફેંક્યા. આ પછી, ભારતીય વાયુસેનાએ તેમને કાઢી નાખ્યા. પાકિસ્તાનના એફ 16 ને ભારતીય મિગ -21 વિમાનોને તોડી પાડ્યું, જે પાકિસ્તાનના અધિકૃત કાશ્મીરમાં જઈ પડ્યું. જો કે, પાકિસ્તાનની સૈન્યનું કહેવું કે તેના બધા વિમાનો સલામત રીતે પાછા ફર્યા છે.