Not Set/ પાકિસ્તાન/ કટ્ટરવાદીઓના ભારે ત્રાસને કારણે આ શીખ નેતાએ શહેર છોડવું પડ્યું

પાકિસ્તાનમાં હિન્દૂ અને શીખ જેવી લઘુમતીઓ પર અત્યાચાર વધી રહ્યાં છે. પાકિસ્તાનમાં થોડા સમય પહેલા શીખો માટે અત્યંત પવિત્ર ગણાતા નાનકાના સાહિબ ગુરુદ્વારાને ઘેરી લઇને શીખ શ્રદ્ધાળુઓને અંદર પુરી દેવાયા હતા.હવે ફરીથી અહી શીખો પર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના જાણીતા શીખ નેતા રાધેશસિંહને મુસ્લિમ કટ્ટરપથીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે.આના કારણે રાધેશસિંહ […]

Top Stories
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 4 પાકિસ્તાન/ કટ્ટરવાદીઓના ભારે ત્રાસને કારણે આ શીખ નેતાએ શહેર છોડવું પડ્યું

પાકિસ્તાનમાં હિન્દૂ અને શીખ જેવી લઘુમતીઓ પર અત્યાચાર વધી રહ્યાં છે. પાકિસ્તાનમાં થોડા સમય પહેલા શીખો માટે અત્યંત પવિત્ર ગણાતા નાનકાના સાહિબ ગુરુદ્વારાને ઘેરી લઇને શીખ શ્રદ્ધાળુઓને અંદર પુરી દેવાયા હતા.હવે ફરીથી અહી શીખો પર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે.

પાકિસ્તાનના જાણીતા શીખ નેતા રાધેશસિંહને મુસ્લિમ કટ્ટરપથીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે.આના કારણે રાધેશસિંહ પેશાવર છોડીને લાહોર ચાલ્યાં ગયા હતા, તેમ છંતા તેમને કટ્ટરપંથીઓની ધમકીઓ મળતી રહેતી હતી, જેથી હવે એવી નોબત આવી છે કે તેઓએ પરિવાર સાથે પાકિસ્તાન છોડી દેવું પડ્યું છે.

રાધેશસિંહ 2018માં પેશાવરથી ચૂંટણી લડ્યાં હતા અને ત્યારથી કટ્ટરપંથીઓની નજરમાં આવી ગયા હતા.કટ્ટરપથી સંગઠનના લોકો હથિયારો સાથે તેમના પુત્રનો પીછો કરતા હતા અને તેમને પુરા પરિવારની હત્યા કરી નાખવાની સતત ધમકીઓ મળતી હતી. લાહોરમાં તેમને પોલીસ સુરક્ષા માંગી હતી, પરંતુ તેમના પરિવારને કોઇ સુરક્ષા આપવામાં આવી ન હતી ઊલટું એ પછી તેમના પરિવારની હેરાનગતિ વધી ગઇ હતી.

ભારે હેરાનગતિના કારણે રાધેશસિંહે તેમના પરિવાર સાથે દેશ છોડીને કોઇ અજ્ઞાત જગ્યાએ ચાલ્યાં ગયા છે. તેમના ઘણા સંબંધીઓ હજુ પાકિસ્તાનમાં જ છે, તેમને કોઇ મુશ્કેલી ન પડે તે માટે તેઓ કટ્ટરપંથી સંગઠનનું નામ લેવા પણ તૈયાર નથી.

આ ઘટના પછી ભારતમાં રહેતા શીખોએ પાકિસ્તાન સામે રોષ વ્યક્ત કરીને ભારત સરકારને અપીલ કરી છે કે તેઓ આ મામલે કોઇ ઠોસ કાર્યવાહી કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.