Economy/ કોરોનાની બીજી લહેરથી અર્થતંત્રને મોટો ફટકો, જીડીપીમાં 7.3% ઘટાડો

કોરોનાની બીજી લહેરને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. ભારત સરકારના તાજેતરના ડેટા અનુસાર વર્ષ 2020-21માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) માં 7.3 ટકાનો ઘટાડો થયો છે.

Top Stories Business
ncorna 5 કોરોનાની બીજી લહેરથી અર્થતંત્રને મોટો ફટકો, જીડીપીમાં 7.3% ઘટાડો

કોરોનાની બીજી લહેરને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. ભારત સરકારના તાજેતરના ડેટા અનુસાર વર્ષ 2020-21માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) માં 7.3 ટકાનો ઘટાડો થયો છે. નાણાંકીય વર્ષ 2019-20માં ચાર ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે ચોથા ત્રિમાસિક ગાળામાં (જાન્યુઆરી-માર્ચ) જીડીપી ગ્રોથ દર 1.6 ટકા નોંધાયો હતો.  આ વર્ષે ફેબ્રુઆરીમાં, કેન્દ્ર સરકારે પોતે જ આખા નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીડીપીમાં 8 ટકાનો ઘટાડો થવાનો અંદાજ મૂક્યો હતો, પરંતુ જીડીપીના આંકડા .70 અંદાજ કરતા વધુ સારા છે.

સરકારી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.3%નો ઘટાડો થયો છે.  નેશનલ સ્ટેટેસ્ટીક ઓફિસ દ્વારા નાણાકીય વર્ષ 2020-21ની જીડીપી ગ્રોથરેટનો આ આંકડો જારી કર્યો છે. એનાથી ખબર પડે છે કે 1980-81 પછી પહેલી વખત જીડીપી નેગેટીવ ર્હ્યોચ્વ્હે. અર્થાત તેમાં વધારો થવાને બદલે ઘટાડો થયો છે. આઠ મજબૂત સેક્ટરો કોલસા, ક્રૂડ, પ્રાકૃતિક ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ, ફર્ટિલાઈઝર, સ્ટીલ, સિમેન્ટ, વીજળીની ગ્રોથરેટ માર્ચમાં 11.4 ટકાના મુકાબલે એપ્રિલમાં 56.1 ટકા રહ્યો છે.  નેચરલ ગેસ, સ્ટીલ, સીમેન્ટ અને વીજળીનું પ્રદર્શન સારું રહ્યું છે.

કોરોના વાયરસના પરિણામે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દર પર અસર થઇ છે. જેના લીધે સરકારના ખર્ચમાં મોટો વધારો થયો છે. વર્ષ 2020-21ના પ્રથમ ત્રીમાસિક ગાળામાં વૃદ્ધિદર આંચકા સાથે 24.38 હતો. દેશનું આર્થિક નુકશાન 78હજાર કરોડ રૂપિયા થયું છે. જે ગયા વર્ષે થયેલ નુકશાન 2.9લાખ કરોડ રૂપિયા કરતા ઓછુ છે.ઘટાડાની દ્રષ્ટિએ, છેલ્લા 40 વર્ષમાં અર્થતંત્રનો આ સૌથી ખરાબ તબક્કો છે. અગાઉનો વિકાસ દર 1979-80માં -5.2% નોંધાયો હતો. આનું કારણ દુષ્કાળ હતું. આ સિવાય ક્રૂડ ઓઇલના ભાવ પણ બમણા થયા હતા. તે સમયે કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર હતી, જે 33 મહિના પછી પડી હતી.