Not Set/ સરકાર લાવશે નવી ગોલ્ડ પોલિસી,IIMA તૈયાર કર્યો ડ્રાફ્ટ

સોનાના ભાવમાં રહેલી વિસંગતતા, જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી લાવવાનો નિર્ણય કર્યો છે.આ માટેના તમામ પાસાઓ ચકાસી અને ઇન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડર્સ સાથે વાત કરી, પોલિસીને લગતા તમામ સૂચનો ભેગા કરી તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સરકારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ […]

India
bv સરકાર લાવશે નવી ગોલ્ડ પોલિસી,IIMA તૈયાર કર્યો ડ્રાફ્ટ

સોનાના ભાવમાં રહેલી વિસંગતતા, જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી લાવવાનો નિર્ણય કર્યો છે.આ માટેના તમામ પાસાઓ ચકાસી અને ઇન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડર્સ સાથે વાત કરી, પોલિસીને લગતા તમામ સૂચનો ભેગા કરી તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સરકારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુક્ત ભાગીદારીથી બનેલા ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને આપી હતી. IGPCએ આ પોલિસીને લગતો મુસદ્દો તૈયાર કરીને સરકારને સોંપી દીધો છે.

આ સેન્ટર ઘણા લાંબા સમયથી સરકારને તેમજ ગોલ્ડ અને જ્વેલરી ઉદ્યોગને સલાહ સૂચનો કરતું આવ્યું છે તથા ઇન્ડસ્ટ્રીને લગતા રિસર્ચ પણ કરે છે.IIMAના ગોલ્ડ પોલિસી સેન્ટરે અગાઉ પણ સરકારને પોલિસી બનાવવા માટે મદદ કરેલી છે અને સરકારે પણ તેના સૂચનોને સ્વીકાર્યા છે.

આ પોલિસીમાં એક મુદ્દો ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ બનાવવાનો છે.દેશમાં અત્યારે સોનાના ભાવ નક્કી કરવા માટે કોઈ ઠોસ પદ્ધતિ નથી અને એટલે જ દરેક શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે. તેમાં પણ બે શહેરો કે રાજયોના ભાવ વચ્ચે મોટો તફાવત રહે છે.ગોલ્ડ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતા આવશે. બજારમાં પ્રાઇસ મિકેનિઝમ આવશે, જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે.