Not Set/ શ્રીનગર : સીઆરપીએફ પેટ્રોલીંગ પર ગ્રેનેડ હુમલો, વિસ્તારમાં વધારવામાં આવી સુરક્ષા

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં સીઆરપીએફના જવાનો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૈનિકો પેટ્રોલીંગ માટે વિસ્તારમાં જતા આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે આ હુમલામાં કોઈ જવાન અથવા નાગરિકના કોઈ જાનહાનિ થઈ નથી. હુમલો થયા બાદ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે. બીજી બાજુ પંજાબમાં […]

Top Stories
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 10 શ્રીનગર : સીઆરપીએફ પેટ્રોલીંગ પર ગ્રેનેડ હુમલો, વિસ્તારમાં વધારવામાં આવી સુરક્ષા

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં સીઆરપીએફના જવાનો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૈનિકો પેટ્રોલીંગ માટે વિસ્તારમાં જતા આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે આ હુમલામાં કોઈ જવાન અથવા નાગરિકના કોઈ જાનહાનિ થઈ નથી. હુમલો થયા બાદ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે.

બીજી બાજુ પંજાબમાં પાકિસ્તાનથી ડ્રોન દ્વારા હથિયાર ઉતારવાના અને જૈશ-એ-મોહમ્મદના ધમકીઓ બાદ શ્રીનગરના મહત્વના વિસ્તારોમાં આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. શહેરની આસપાસ નવા બંકર પણ બનાવવામાં આવ્યા છે. જમ્મુ ક્ષેત્રના ઘુસણખોરીવાળા વિસ્તારોમાં સુરક્ષા ચોકીઓની સંખ્યા વધારવા અને નાઇટ પેટ્રોલિંગ સઘન કરવા પોલીસ કર્મચારીઓને સુચના પણ આપવામાં આવી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સૈન્ય છાવણીઓ, પોલીસ મથકો, હોસ્પિટલો અને શ્રીનગર એરપોર્ટ ઉપરાંત ખાસ કરીને ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓ થયા હોય તેવા સ્થળોની આસપાસ બંકરો મોટા કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલની મુલાકાત દરમિયાન બે દિવસ સતત બેઠકો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

બેઠકોમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠનો સનસનાટીભર્યા ઘટનાઓ કરી શકે છે. સુરક્ષા એજન્સીઓને બાતમીના અહેવાલો પ્રાપ્ત થઈ છે કે ખીણ તેમજ શ્રીનગરના ભાગોમાં આતંકીઓ મુક્તપણે ફરતા હોય છે. આ પછી, આવા સ્થળોએ નવા બંકર બનાવવામાં આવ્યા છે જ્યાંથી શહેરમાં પ્રવેશ અને બહાર નીકળવાની દેખરેખ રાખી શકાય છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click   https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.