Not Set/ ઇમરાન ખાન બોલતા પહેલાં વિચારી લો,ભારતની લશ્કરી તાકાત તમારા કરતાં ત્રણ ગણી વધુ છે

દિલ્હી, પુલાવામાં થયેલ ઘટના પર ભારત ગુસ્સામાં છે ત્યાં જ પાકિસ્તાન ફરીથી આતંકીઓને બચાવવામાં લાગ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે જો ભારતે તેમની સામે કોઈ પગલા લેશે તો તે મૌન નહીં બેસે અને જવાબ આપવામાં વિચારશે પણ નહી. પરંતુ પાકના પીએમ એ ભૂલી ગયા છે કે તેમનો મુકાબલો ભારત સાથે છે. સચ્ચાઇ એ છે […]

Top Stories India Trending
02 5 ઇમરાન ખાન બોલતા પહેલાં વિચારી લો,ભારતની લશ્કરી તાકાત તમારા કરતાં ત્રણ ગણી વધુ છે

દિલ્હી,

પુલાવામાં થયેલ ઘટના પર ભારત ગુસ્સામાં છે ત્યાં જ પાકિસ્તાન ફરીથી આતંકીઓને બચાવવામાં લાગ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે જો ભારતે તેમની સામે કોઈ પગલા લેશે તો તે મૌન નહીં બેસે અને જવાબ આપવામાં વિચારશે પણ નહી. પરંતુ પાકના પીએમ એ ભૂલી ગયા છે કે તેમનો મુકાબલો ભારત સાથે છે.

સચ્ચાઇ એ છે કે જો લશ્કરી તાકાત જોઇએ તો પાકિસ્તાન કરતાં ભારત ઘણું આગળ છે. ભારતની લશ્કરી સૈનિકો સામે પાકિસ્તાનની ફોજ તો કશુ જ નથી.

હવે એક વાર નજર નાખીએ આ આકડાં પર જેથી સત્ય આગળ આવી જશે. ભારત પાસે 12 લાખથી વધારે સશસ્ત્ર બળ છે અને 10 લાખ રીઝર્વ ફોર્સ છે.આમ ભારતનું સશસ્ત્ર દળ 21 લાખનું ગણાય. જયારે પાકિસ્તાન પાસે ખાલી 6 લાખ જ છે અને સાડા પાંચ લાખ રીઝર્વ ફોર્સ ગણીએ તો પાકિસ્તાનનું સશસ્ત્ર દળ 11.5 લાખનું થાય.

જો વેપન્સની વાત કરીએ તો ભારત પાસે કુલ 4000 તોપ છે, જ્યારે પાકિસ્તાન પાસે 2500 તોપ છે. ભારત પાસે 800 ફાઇટર એરક્રાફ્ટ છે. જ્યારે પાકિસ્તાનમાં 400 ફાઇટર એરક્રાફ્ટ છે.ભારતના એરફોર્સ પાસે 12 એરબેઝ છે,તેનાથી વિપરીત પાકિસ્તાની વાયુસેના પાસે 7 એરબેસે છે.ટુંકમાં કહીએ પાકિસ્તાનના લશ્કરની તાકાત ભારતથી ઘણી પાછળ છે. જો કે પાકિસ્તાનના ભારત પ્રત્યેના આક્રમક રવૈયા પછી પણ કંઇ છમકલું નથી થયું તેનું કારણ ભારતની સંરક્ષણ નીતિ છે.

વૃધ્ધ કહી ગયા છે કે બોલતા પહેલા વિચારવુ જોઈએ. પરંતુ ઇમરાન ખાન સાહેબે બોલતા પહેલા વિચાર્યું નહી અને ભારતને એમ જ ધમકી આપી દીધી.ઇમરાન ખાન કદાચ પાકિસ્તાનની વાસ્તવિક પરિસ્થિતિ ભુલી ગયા છે.પાકિસ્તાન પર કુલ 28 હજાર અરબનો બોજો છે. જેમાં ખાલી 95 અરબ ડૉલરનો વિદેશી બોજો છે. એટલે કે વ્યાજની ચુકવણી માટે પણ ખાલી પાકિસ્તાન લોન લઈ રહયું છે. આકંડો જોઇએ તો દરેક પાકિસ્તાની પર 1 લાખ 40 હજાર રૃપિયાનો બોજો છે.

લગભગ એક તૃતીયાંશ એટલે કે 7 કરોડ પાકિસ્તાનીઓ પાસે ખાવા માટે પણ ખાવાનુ નથી. દરેક દસમાંથી ચાર પાકિસ્તાનીઓ પાસે સ્વચ્છ પાણી પણ નથી. વેલ, કોઈના સ્વપ્ન પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ શ્રી ખાનને પૂછવામાં આવે છે કે, સાહેબ, ભારતના હુમલાને તોડવા માટે તમે ક્યાંથી પૈસા લાવશો. બધા હરાજી કરીને