Not Set/ કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો SC પહોંચ્યા, રાજીનામુ તાત્કાલિક સ્વીકારવા કરી અપીલ

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો સ્પીકરના નિર્ણયના વિરોધમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. કોંગ્રેસ-જેડીએસના 12 જેટલા બળવાખોર ધારાસભ્યો તેમનું રાજીનામુ નહિ સ્વીકારતા તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેમણે સ્પીકર પર આરોપ લગાવ્યો છે કે તેઓ જાણી જોઈને રાજીનામું સ્વીકારવામાં વાર કરી રહ્યા છે.ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે રમેશ કુમાર તેમના બંધારણીય કર્તવ્યોનું પાલન નથી કરી રહ્યા. આ […]

Top Stories India
gjd 11 કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો SC પહોંચ્યા, રાજીનામુ તાત્કાલિક સ્વીકારવા કરી અપીલ

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો સ્પીકરના નિર્ણયના વિરોધમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. કોંગ્રેસ-જેડીએસના 12 જેટલા બળવાખોર ધારાસભ્યો તેમનું રાજીનામુ નહિ સ્વીકારતા તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેમણે સ્પીકર પર આરોપ લગાવ્યો છે કે તેઓ જાણી જોઈને રાજીનામું સ્વીકારવામાં વાર કરી રહ્યા છે.ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે રમેશ કુમાર તેમના બંધારણીય કર્તવ્યોનું પાલન નથી કરી રહ્યા.

આ ધારાસભ્યોએ સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરતાં જણાવ્યું છે કે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમાર ઈરાદાપૂર્વક તેમના રાજીનામાઓ ઉપર કોઈપણ કાર્યવાહી કરી નથી.

આ ધારાસભ્યોના સીનીયર ધારાશાસ્ત્રી મુકુલ રોહતગીએ સુપ્રિમ કોર્ટ પાસે આજે જ સુનાવણીની માગણી  કરી હતી. સુપ્રિમકોર્ટે સંભવતઃ આવતીકાલે આ અરજી હાથ ઉપર લે તેવી સંભાવના છે.

સીનીયર કાઉન્સીલ રોહતગીએ સુપ્રિમ કોર્ટના કનિદૈ લાકિઅ ચીફ જસ્ટીસ સમક્ષ કેટલીક રજૂઆતો કરવા માંગી હતી પરંતુ ચીફ જસ્ટીસે તેમને રોકી થોડુ આવતીકાલ માટે રાખવા ટકોર કરી હતી.

વિધાનસભા સ્પીકર રમેશ કુમારે મંગળવારે 13માંથી 8 ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. તેમણે કહ્યું કે, 13માંથી 8 રાજીનામા કાયદાકીય રીતે સાચા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.