ગાંધીનગર/ ભારતમાં કુદરતી તેલ મર્યાદિત પ્રમાણમાં મળે છે, 85 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરવું પડે : નીતિન પટેલ

ભારતમાં કુદરતી તેલ મર્યાદિત પ્રમાણમાં મળે છે, 85 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરવું પડે : નીતિન પટેલ

Gujarat Others Trending
panther 11 ભારતમાં કુદરતી તેલ મર્યાદિત પ્રમાણમાં મળે છે, 85 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરવું પડે : નીતિન પટેલ

છેલ્લા કેટલાય સમયથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇ રાજ્યના ડે. CM નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, બેરલની કિંમત 60 ડોલરથી વધી છે માટે પેટ્રોલના ભાવ વધ્યા છે. ભારતમાં કુદરતી તેલ મર્યાદિત પ્રમાણમાં મળે છે, 85 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરવું પડે

પેટ્રોલ ભાવ વધારા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ આ નિવેદન જનતા ને નિરાશ કરનારું છે.વધુમાં તેમને જણાવ્યું હતું કે, પેટ્રોલ ડીઝલના ભાવમાં હાલ ઘટાડાની શક્યતા નથી અને ગુજરાતમાં સૌથી ઓછો વેટ દર છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી ઓછો ટેક્સ ગુજરાતમાં છે. ગુજરાતમાં ભાવ પણ ઓછો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બેરલની કિંમત પણ વધી છે તેવું પણ નીતિન પટેલે જણાવ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું કે, બજેટમાં કૃષિ સેસ નાંખ્યો છે, એક્સાઈઝ ઘટાડી છે. કોરોના મહામારીમાં સરકારની આવક ઘટી છે

30હજાર મેગાવોટ કરતા વધુ સોલાર પાવર ઉત્પાદન કરી રહ્યા છીએ. જેથી ઓઇલ પર ચાલતા પ્લાન્ટ સૌર ઉર્જાથી ચાલશે. આનાથી ક્રૂડનો વપરાશ ઘટે અને ડોલર બચાવવાનો પ્લાન અમલી મુકાશે.


મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ