Not Set/ મહારાષ્ટ્ર/ ખેડૂતે કર્યો આપઘાત, પરિવારે પાકને થયેલા નુકસાનને ગણાવ્યું જવાબદાર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ખેડૂતે જંતુનાશક દવા પીને 29 ઓક્ટોબરે આત્મહત્યા કરી હતી. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ખેડૂતના પરિવારના જણાવ્યા મુજબ અકાળે વરસાદને લીધે પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતે આત્મહત્યા કરી છે. મૃતકનું નામ ધર્મ જાધવ હતું અને તે દહાણુ તાલુકા જીરવાપડા ગામનો રહેવાસી હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કોઈ સ્યુસાઇડ […]

India
maya a 11 મહારાષ્ટ્ર/ ખેડૂતે કર્યો આપઘાત, પરિવારે પાકને થયેલા નુકસાનને ગણાવ્યું જવાબદાર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ખેડૂતે જંતુનાશક દવા પીને 29 ઓક્ટોબરે આત્મહત્યા કરી હતી. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ખેડૂતના પરિવારના જણાવ્યા મુજબ અકાળે વરસાદને લીધે પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતે આત્મહત્યા કરી છે. મૃતકનું નામ ધર્મ જાધવ હતું અને તે દહાણુ તાલુકા જીરવાપડા ગામનો રહેવાસી હતો.

એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી નથી પરંતુ ખેડૂતના પરિવારનું કહેવું છે કે અકાળે વરસાદને કારણે જાધવના ખેતરમાં અતિશય પાણી ભરાયા હતા, જેનાથી પાકનો નાશ થયો હતો. જાધવ આ ખોટને કારણે હતાશા થયો હતો. અધિકારીઓએ જાધવના પરિવારના દાવાની તપાસ કરતાં કહ્યું હતું કે મૃતકોએ કોઈ નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધી નથી.

દહાણુ તાલુકાના તહસીલદાર રાહુલ સારંગે જણાવ્યું હતું કે, જિલ્લા કૃષિ વિભાગના રિપોર્ટ બાદ જાધવના પરિવારોને ચાર લાખ રૂપિયા વળતર મળશે. પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ કાળેએ જણાવ્યું કે કાસા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને તેઓ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.