Not Set/ મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી, જાણો ક્યારે આવશે પરિણામ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખો અને અન્ય વિગતો વિશે માહિતી આપી હતી. તારીખોની ઘોષણા સાથે, બંને રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. બંને રાજ્યો 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. જ્યારે 24 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી […]

Top Stories India
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 9 મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી, જાણો ક્યારે આવશે પરિણામ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખો અને અન્ય વિગતો વિશે માહિતી આપી હતી. તારીખોની ઘોષણા સાથે, બંને રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. બંને રાજ્યો 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. જ્યારે 24 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ અનુક્રમે 2 અને 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.

હરિયાણાની વાત કરીએ તો ગત ચૂંટણીમાં અહીંયા 90 માંથી 47 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રની 288 માંથી 122 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ અલગ અલગ ચૂંટણી લડી હતી. ચૂંટણી બાદ બંનેએ ગઠબંધનમાં સરકાર બનાવી હતી.

આ વખતે હરિયાણામાં 1 કરોડ 82 લાખ મતદારો, જ્યારે મહારાષ્ટ્રના 8.9 કરોડ લોકો નવી સરકાર પસંદ કરવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતે હરિયાણામાં 1.3 લાખ ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.