Not Set/ પરસ્ત્રી સાથે સંબંધ રાખનાર પતિએ કડવા ચોથના દિવસે પત્નીને ભેટમાં આપ્યું મોત

ગુરુગ્રામ ગુરુગ્રામમાં એક શખ્શે તેની પત્નીને કડવા ચોથના દિવસે જ ભેટમાં મોત આપી દીધું હતું. આ વ્યક્તિએ તેની બિલ્ડીંગના આઠમાં માળ પરથી તેની પત્નીને ધક્કો માર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી પતિ એક ખાનગી કંપનીમાં સીનીયર એક્ઝીક્યુટીવ છે. જયારે તેની ૩૨ વર્ષીય પત્ની દીપિકા ચૌહાણ એક બેંકમાં સીનીયર અધિકારી હતી. આ ઘટના શનિવારે રાત્રે થઇ […]

Top Stories India Trending
portal aqui tem distrito federal 13 પરસ્ત્રી સાથે સંબંધ રાખનાર પતિએ કડવા ચોથના દિવસે પત્નીને ભેટમાં આપ્યું મોત

ગુરુગ્રામ

ગુરુગ્રામમાં એક શખ્શે તેની પત્નીને કડવા ચોથના દિવસે જ ભેટમાં મોત આપી દીધું હતું. આ વ્યક્તિએ તેની બિલ્ડીંગના આઠમાં માળ પરથી તેની પત્નીને ધક્કો માર્યો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી પતિ એક ખાનગી કંપનીમાં સીનીયર એક્ઝીક્યુટીવ છે. જયારે તેની ૩૨ વર્ષીય પત્ની દીપિકા ચૌહાણ એક બેંકમાં સીનીયર અધિકારી હતી.

આ ઘટના શનિવારે રાત્રે થઇ હતી. પોલીસે રવિવારે આરોપી પતિ વિક્રમ ચૌહાણ વિરુદ્ધ હત્યા મામલે ફરિયાદ નોંધી છે.

મળતી માહિતી પ્રમાણે શનિવારે દીપિકાએ તેના પતિ માટે કડવા ચોથનું વ્રત રાખ્યું  હતું. તે જ દિવસે તેના પતિએ તેને આઠમાં માળ પરથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. દીપિકાના મૃત્યુ પહેલા તે બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો પણ થયો હતો.

દીપિકાના પિતાએ કરેલી પોલીસ ફરિયાદ પ્રમાણે વિક્રમ અને દીપિકાએ વર્ષ ૨૦૧૩માં લવ મેરેજ કર્યા હતા. તેમને એક ૪ વર્ષની  દીકરી અને ૬ મહિનાનું બાળક પણ છે. પિતા આહુજાના કહેવા પ્રમાણે વિક્રમે કોઈ બીજી પરિણીત સ્ત્રી સાથે સંબંધ બનાવ્યા હતા. આ મહિલા તેમની સોસાયટીમાં જ રહેતી હતી એટલું જ નહી પરંતુ તે ઘણી બધી વખત વિક્રમના ઘરે પણ આવતી રહેતી હતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે દીપિકાને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેણે ઘણો વિરોધ કર્યો હતો જેની બદલામાં વિક્રમે તેની સાથે ઘણી મારપીટ કરી હતી. ત્યારબાદ શનિવારે તેને બાલ્કનીમાંથી દીપિકાને ધક્કો મારી દીધો હતો.

સોમવારે વિક્રમને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો આગળની પ્રક્રિયા પોલીસે હાથ ધરી છે.