Not Set/ WHOએ ફાઈઝરની કોરોના વેક્સિનને આપ્યું ગ્રીન સિગ્નલ, ભારતમાં પણ આજે બેઠક બાદ નિર્ણય

છેલ્લા ઘણા સમયથી અનેક કંપનીઓ કોરોના વેક્સિન ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી લેવા માટે મેદાને પડી છે ત્યારે આ માટે ફાઈઝર વેક્સિન પહેલેથી અગ્ર ક્રમ મુજબ ચર્ચાતું નામ છે.

Top Stories
1

છેલ્લા ઘણા સમયથી અનેક કંપનીઓ કોરોના વેક્સિન ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી લેવા માટે મેદાને પડી છે ત્યારે આ માટે ફાઈઝર વેક્સિન પહેલેથી અગ્ર ક્રમ મુજબ ચર્ચાતું નામ છે. તેની વચ્ચે એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે WHOએ ફાઈઝરની વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. હવે WHO વિશ્વભરના દેશમાં ફાઈઝરની વેક્સિનના ફાયદા જણાવશે. WHOએ વિશ્વના ગરીબ દેશ સુધી વેક્સિન ઝડપથી પહોંચાડવા માટે મંજૂરી આપી છે. આ લિસ્ટમાં સામેલ થયા બાદ કોઈપણ વેક્સિનને વિશ્વના દેશમાં સરળતાથી મંજૂરી મળી શકશે. WHOનું કહેવું છે કે આ વેક્સિનના બે ડોઝ લીધા બાદ કોરોનાથી મૃત્યુની સંભાવના ઘટી જાય છે. ભારતમાં પણ આજે ફાઈઝરની વેક્સિનને મંજૂરી મળી શકે છે.

UK set to approve Pfizer-BioNTech Covid vaccine within days | Financial  Times

Covid-19 / દેશમાં બે દિવસનાં ઉછાળા બાદ ઘટ્યા નવા કેસ…

આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતમાં પણ આજે ફાઈઝરની વેક્સિનને મંજૂરી મળી શકે છે. CDSCOની એક્સપર્ટ કમિટી આજે વેક્સિન માટે બેઠક કરશે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેકઅને ફાઈઝરની વેક્સિન અંગે ચર્ચા કરાશે. અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયન, ઈઝરાયેલ, સઉદી અરબ સહિત અનેક દેશ મંજૂરી આપી ચૂક્યા છે.

Coronavirus vaccine: Centre in talks with Pfizer to make vaccine available  for use in India

Alert / આજથી બે દિવસ નવ રાજ્યોમાં વરસાદ સાથે કોલ્ડવેવનું એલર્ટ…

 

WHOએ સંગઠને ગરીબ દેશો સુધી કોરોના વેક્સીનને જલ્દી પહોંચાડવા માટે ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ પ્રોસેસને પણ શરૂ કરી છે. આ લિસ્ટમાં સામેલ થયા બાદ કોઈ પણ કોરોના વેક્સીનને દુનિયાના દેશોમાં સરળતાથી ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી મળી શકશે. WHOએ ફાઈઝર વેક્સીનની સમીક્ષા બાદ કહ્યું છે તે તેને સુરક્ષા અને પ્રભાવકારકતાના માટે માનદંડ મળશે. આ વેક્સીનની 2 ડોઝ લેવા બાદ કોરોનાથી મોતની શક્યતા ઘટે છે. સંગઠને કહ્યું કે અમે વેક્સીનને લઈને જલ્દી મંજૂરી આપી છે કેમકે લોકો સુધી આ ડોઝ પહોંચવામાં મોડું ન થાય.

Covid-19 / વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…