Not Set/ #SareeTwitter: મેનકા ગાંધી માટે જેલમાં નેહરુએ વણી હતી સાડી! PHOTO વાયરલ

આજકાલ સોશિયલ મીડિયા પર #SareeTwitter ખુબ જ ટ્રેંડ કરી રહ્યું છે. પ્રિયંકા ગાંધી સહિત અનેક રાષ્ટ્રીય સેલિબ્રિટીઝ પછી મેનકા ગાંધીની પણ એક સાડી વાળી તસ્વીર સોશિયલ મીડિયા પર ફરી રહી છે. ગુલાબી રંગની સાડીમાં જોવા મળેલ મેનકાનો આ ફોટો વરુણ ગાંધીના લગ્નના સમયનો છે. એક અહેવાલ અનુસાર, આ ફોટો મેનકા ગાંધી દ્વારા તેના ટ્વિટર એકાઉન્ટ […]

Top Stories India
ara 3 #SareeTwitter: મેનકા ગાંધી માટે જેલમાં નેહરુએ વણી હતી સાડી! PHOTO વાયરલ

આજકાલ સોશિયલ મીડિયા પર #SareeTwitter ખુબ જ ટ્રેંડ કરી રહ્યું છે. પ્રિયંકા ગાંધી સહિત અનેક રાષ્ટ્રીય સેલિબ્રિટીઝ પછી મેનકા ગાંધીની પણ એક સાડી વાળી તસ્વીર સોશિયલ મીડિયા પર ફરી રહી છે. ગુલાબી રંગની સાડીમાં જોવા મળેલ મેનકાનો આ ફોટો વરુણ ગાંધીના લગ્નના સમયનો છે.

એક અહેવાલ અનુસાર, આ ફોટો મેનકા ગાંધી દ્વારા તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ તસ્વીરને શેર કરતી વખતે મેનકાએ કેપ્શનમાં લખ્યું હતું કે, “મેં જે સાડી પહેરી છે તે પંડિત જવાહરલાલ નેહરુએ 70 વર્ષ પહેલા જેલમાં બુની હતી,મેં આ સાડી બનારસમાં મારા પુત્રના લગ્નમાં પહેરી હતી. મારી વહુ યામિની જે એન્ટિક સાડી પહેરી છે, તે મારા લગ્નના દિવસે મારા સાસુ (ઈન્દિરા ગાંધી) એ મને આપી હતી.

સોશિયલ મીડિયા પર ચાલી રહેલ #SareeTwitter  ટ્રેંડમાં ભાગ લેતા પ્રિયંકા ગાંધીએ તેમની 22 વર્ષીય જૂની તસ્વીર શેર કરી હતી. પ્રિયંકાએ તેમના લગ્નના દિવસે પૂજા કરતા તસ્વીર શેર હતી.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.