Not Set/ એક બાજુ લોકસભા લડવાની ના પાડતા માયાવતીએ કરી પીએમ પદ માટે દાવેદારી

યુપી, બહુજન સમાજ પાર્ટી (બીએસપી) ની સુપ્રીમો માયાવતીએ ભલે જાહેરમાં જાહેરાત કરી હોય કે તે લોકસભાની ચુંટણી આ વખતે લડશે નહીં, પરંતુ વડાપ્રધાન પદની દાવેદારીને લઈને તેઓ તૈયાર છે તેવું જણાવ્યું છે. યુપીની રાજનીતિમાં માયાવતી મહત્વનું ફેક્ટર છે અને ચૂંટણી પંડિત પણ માનીને ચાલી રહી છે કે જો કોઈ એક દળ-ગઠબંધનને બહુમતી નહીં મળે તો […]

Top Stories India Trending
ttp 3 એક બાજુ લોકસભા લડવાની ના પાડતા માયાવતીએ કરી પીએમ પદ માટે દાવેદારી

યુપી,

બહુજન સમાજ પાર્ટી (બીએસપી) ની સુપ્રીમો માયાવતીએ ભલે જાહેરમાં જાહેરાત કરી હોય કે તે લોકસભાની ચુંટણી આ વખતે લડશે નહીં, પરંતુ વડાપ્રધાન પદની દાવેદારીને લઈને તેઓ તૈયાર છે તેવું જણાવ્યું છે. યુપીની રાજનીતિમાં માયાવતી મહત્વનું ફેક્ટર છે અને ચૂંટણી પંડિત પણ માનીને ચાલી રહી છે કે જો કોઈ એક દળ-ગઠબંધનને બહુમતી નહીં મળે તો માયાવતી પણ વડા પ્રધાનપદની સશક્ત દાવેદાર બની શકે છે.

હવે ઇશારો-ઇશારોમાં માયાવતીએ વડાપ્રધાન પદ પર દાવેદારી રજૂ કરી દીધી છે. માયાવતીએ ખુલ્લેઆમ  ટ્વિટર પર લખ્યું કે ભલે તે ચૂંટણી નથી લડી રહી.પરંતુ તે પીએમ પદની દાવેદાર છે. તેમના પ્રશંસકો અને બીએસપી કાર્યકર્તાઓને તેઓ કહ્યું કે તેમના ચૂંટણી ના લડવાના નિર્ણયોથી માયુસ ન થાવ.

1995નું ઉદાહરણ

માયાવતીએ ટ્વિટ કર્યું, ‘જે રીતે 1995 માં જ્યારે હું પહેલી વાર યુપીની સીએમ બની હતી, ત્યારે હું યુપીના કોઈ સદનની સભ્ય નહોતી. બરાબર એ જ રીતે કેન્દ્રમાં પણ પ્રધાનમંત્રી અથવા મંત્રી 6 મહિનાની અંદર લોકસભા અથવા રાજ્યસભાના સભ્ય બનવાનું હોય છે. આથી હાલ મારે ચુંટણી ન લડાઈના નિર્ણયથી લોકોને નિરાશ ન થવું જોઈએ.

આપને જણાવી દઈએ કે યુપીની 80 લોકસભા બેઠકો પર એસપી-બીએસપી અને આરએલડી ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. બીએસપી 38, એસપી 37 અને આરએલડી 3 બેઠકો પર મેદાનમાં ઉતરશે. તો બે બેઠકો અમેઠી અને રાયબરેલીને ગઠબંધન કર્યા વિના કોંગ્રેસના છોડવામાં આવી છે. અગાઉ સોમવારે, બીએસપીના વડાએ કોંગ્રેસના ‘દરિયાદિલી’ નો કોઈ ભાવ નહોતાં આપ્યા કહ્યું કે કોંગ્રેસ 7 બેઠકો છોડી દેશે, ભ્રમ ના ફેલાયે અને તે રાજ્યની બધી 80 બેઠકો પર ઉમેદવાર ઉતારવાને સ્વતંત્ર છે.

 ઉલ્લેખનીય છે કે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ બુધવારે આવનારી લોકસભાની ચૂંટણી ના લડવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ઓ લોકસભાની ચૂંટણી લડશે નહીં, પરંતુ સમગ્ર દેશમાં પાર્ટી માટે પ્રચાર કરશે. તેમણે કહ્યું હતું કે હવે જીતવા કરતા ગઠબંધનની સફળતા વધુ જરૂરી છે. માયાવતીએ જણાવ્યું હતું કે બસપાના આંદોલનના સામે વિરોધી વિવિધ પ્રકારનાં યુક્તિઓ અપનાવી રહ્યા છે.