Not Set/ મિશન ૨૦૧૯ : ફેક ન્યુઝ રોકવા ભાજપે બનાવ્યા ૧૮૦૦ વોટ્સએપ ગ્રુપ, અમિત શાહ હશે તમામ ગ્રુપમાં સભ્ય

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણી પહેલા મિશન ૨૦૧૯ની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે હવે ભાજપ દ્વારા પણ દેશભરના કાર્યકર્તાઓ સુધી પહોચવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે પાર્ટી દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ આ તમામ ગ્રુપના સભ્ય બનાવવામાં આવ્યા છે જેથી તેઓને પણ સીધી જ સુચના […]

Top Stories India Trending
amit shah 1505913191 મિશન ૨૦૧૯ : ફેક ન્યુઝ રોકવા ભાજપે બનાવ્યા ૧૮૦૦ વોટ્સએપ ગ્રુપ, અમિત શાહ હશે તમામ ગ્રુપમાં સભ્ય

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણી પહેલા મિશન ૨૦૧૯ની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે હવે ભાજપ દ્વારા પણ દેશભરના કાર્યકર્તાઓ સુધી પહોચવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે પાર્ટી દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ આ તમામ ગ્રુપના સભ્ય બનાવવામાં આવ્યા છે જેથી તેઓને પણ સીધી જ સુચના મળી શકે.

માનવામાં આવી રહ્યું છે કે, વર્તમાન સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા થકી દેશના તમામ વર્ગોના કાર્યકર્તાઓ સુધી પહોચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે પાર્ટીના અધ્યક્ષને પણ ગ્રુપમાં સમાવેશ કરવાથી તેઓને સીધી જ સુચના મળી શકે અને ફેક ન્યુઝ પર પણ લગામ લગાવી શકાય.

મળતી માહિતી મુજબ, રાજધાની દિલ્હી સ્તિથ ભાજપ યુનિટ દ્વારા આગામી લોકસભા ચુંટણી પહેલા તમામ મંડળ સ્તરની નવી ટીમોનું ગઠન કરવામાં આવી રહ્યું છે અને પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને વોટ્સએપ સહિત અલગ-અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહ્યા છે.

દિલ્લી ભાજપ યુનિટના મીડિયા મામલાઓના પ્રમુખ નીલકાંત બખ્શીએ જણાવ્યું, “અમે પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લાવવા માટે કોશિશ કરી રહ્યા છીએ. અત્યારસુધીમાં ૧૮૦૦થી વઘુ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે અને તેની સંખ્યા વધારવામાં આવી રહી છે. આ પગલાનું મુખ્ય લક્ષ્ય સીધી જ સુચના મેળવવાનો અને ફેક ન્યુઝ પર લગામ લગાવવાનો છે.

આ વોટ્સએપ ગ્રુપમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને દિલ્હીના ભાજપ પ્રમુખ મનોજ તિવારીના કોન્ટેક્ટ નંબર હશે.

મહત્વનું છે કે, ગયા મહિને જ એક બેઠકમાં અમિત શાહે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાનો ઉયપોગ કરનારા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને ફેક ન્યુઝ પોસ્ટ કરવા ખોટો સંદેશો ફેલાવવાથી બચવા માટે જણાવવામાં આવ્યું છે.