Not Set/ કેરળમાં આજે દસ્તક આપશે મોન્સૂન, ઉત્તર-મધ્ય ભારતમાં રહેશે હીટવેવ

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ શનિવારે મોન્સૂન કેરળ પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. કેરળના કિનારે અથડાયા બાદ જ  ચોમાસુ દેશના અન્ય ભાગોમાં પહોંચે છે. આ અગાઉ વિભાગએ કહ્યું હતું કે પાંચથી છ દિવસ મોડું પહોંચવાનું અનુમાનના વ્યક્ત કરતા 7 જૂને કેરળ પહોંચવાની વાત કરી હતી. હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે કેરળમાં આગામી 24 કલાકમાં ચોમાસાનો વરસાદ […]

Top Stories India
ad કેરળમાં આજે દસ્તક આપશે મોન્સૂન, ઉત્તર-મધ્ય ભારતમાં રહેશે હીટવેવ

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ શનિવારે મોન્સૂન કેરળ પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. કેરળના કિનારે અથડાયા બાદ જ  ચોમાસુ દેશના અન્ય ભાગોમાં પહોંચે છે. આ અગાઉ વિભાગએ કહ્યું હતું કે પાંચથી છ દિવસ મોડું પહોંચવાનું અનુમાનના વ્યક્ત કરતા 7 જૂને કેરળ પહોંચવાની વાત કરી હતી.

હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે કેરળમાં આગામી 24 કલાકમાં ચોમાસાનો વરસાદ થશે. તેના બે દિવસ પછી ચોમાસું ઉત્તરપૂર્વમાં જશે. આઇએમડીના ચીફ ડી શિવાનંદ પઈએ કહ્યું છે કે દક્ષિણથી લઈને ઉત્તર ભારતમાં ચોમાસું પાંચથી સાત દિવસ મોડું પહોંચશે.

હાલ તેની પ્રગતિ વિશે આગાહી કરી શકાય તેમ નથી. જો કે જૂન મહિનામાં દેશમાં સામાન્ય કરતાં ઓછી વરસાદ થશે. આ દરમિયાન, આઇએમડીએ ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી સપ્તાહ સુધી હીટવેવ જારી રહે તેવું અનુમાન લગાવ્યું છે. શનિવારથી લઈને મંગળવાર સુધી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિદર્ભમાં હીટવેવ સ્થિતિ બની રહેશે.

મધ્ય પ્રદેશનું હોશંગાબાદ સૌથી ગરમ

મધ્ય પ્રદેશનું હોશંગાબાદ શુક્રવારે સૌથી ગરમ રહ્યું છે. ત્યાં તાપમાન 46.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જ્યારે રાજસ્થાનના ચુરુમાં 46.6 ડિગ્રી નોંધાયું. થોડા દિવસ પહેલા તાપમાન અહીં 50 ડિગ્રીને પાર કરી ગયું હતું. રાજસ્થાનના બાડમેર, કોટા અને બિકાનેરમાં, તાપમાનમાં પણ 46 ડિગ્રીની નજીક રહ્યું હતું. પંજાબ અને હરિયાણામાં ગરમીનો પારો યથાવત્.

હરિયાણાના હિસારમાં શુક્રવારે પારો 43 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. હિમાચલમાં, તાપમાન એકથી બે ડિગ્રી વધ્યું. શુક્રવારે, મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.