Not Set/ મુઝફ્ફરપુરમાં નાસ્તાની ફેકટરીમાં આગની ઘટનામાં વધુ 7ના મૃતદેહ મળ્યા

મુઝફ્ફનગર: બિહારના મુઝફ્ફરપુરમાં આવેલી નાસ્તાની એક ફેકટરીમાં સોમવારે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં વધુ સાત વ્યક્તિના મૃતદેહ મળી આવતા મૃત્યુ આંક દસ પર પહોંચ્યો છે. આ ઘટના અંગે મેજિસ્ટ્રિયલ તપાસના  આદેશ આપી દેવામાં આવ્યા છે. બિહારમાં મુઝફ્ફરપુરમાં એક ભીષણ આગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુઝફ્ફરપુરના ચકનૂરાં વિસ્તારમાં આવેલી એક નાસ્તાની ફેકટરીમાં આગ […]

Top Stories India Trending

મુઝફ્ફનગર: બિહારના મુઝફ્ફરપુરમાં આવેલી નાસ્તાની એક ફેકટરીમાં સોમવારે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં વધુ સાત વ્યક્તિના મૃતદેહ મળી આવતા મૃત્યુ આંક દસ પર પહોંચ્યો છે. આ ઘટના અંગે મેજિસ્ટ્રિયલ તપાસના  આદેશ આપી દેવામાં આવ્યા છે.

બિહારમાં મુઝફ્ફરપુરમાં એક ભીષણ આગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુઝફ્ફરપુરના ચકનૂરાં વિસ્તારમાં આવેલી એક નાસ્તાની ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની છે.

આ આગ એટલી ભીષણ હતી કે ઘટનાસ્થળે જ ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે, જયારે અન્ય સાત વ્યક્તિઓ હજુ પણ ફેકટરીમાં ફસાયેલા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

ફાયરબ્રિગેડને જાણ થતાં તુરંત ફાયર ફાઈટરો સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં ફાયર ફાયટરો દ્વારા પાણી છાંટીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જો કે આ નાસ્તાની ફેકટરીમાં આગ કેવી રીતે લાગી? તે અંગે ફાયરબ્રિગેડને તેમજ સ્થાનિક પોલીસને હજુ કોઈ વિગતો જાણવા મળી શકી નથી.

આ અંગે મુજફ્ફરપુરના ડીએમ (કલેકટર) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મુજફ્ફરપુર શહેરના ચકનૂરાં વિસ્તારમાં આવેલી એક સ્નેક્સ (નાસ્તા)ની ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં ત્રણ વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. જયારે હજુ પણ સાત વ્યક્તિઓ ફેકટરીમાં લાપતા છે.