Not Set/ હવે તો હદ થઈ ગઈ, ચાર યુવકોએ ચાલતી કારમાં યુવક સાથે કર્યો રેપ

મુંબઇમાં 22 વર્ષીય યુવક સાથે કથિત રીતે બળાત્કારનો ચોંકાવનારો કેસનો સામે આવ્યો છે. આરોપ લગાવવામાં આવ્યો છે. ચાલતી કારમાં ચાર લોકોએ ત્રણ કલાક સુધી યુવક પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે બુધવારે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. માહિતી મુજબ મુંબઈના કુર્લામાં રહેતા 22 વર્ષીય યુવકે સિટી રેસ્ટોરન્ટની બહાર સેલ્ફી […]

Top Stories India
pjimage 1 6 હવે તો હદ થઈ ગઈ, ચાર યુવકોએ ચાલતી કારમાં યુવક સાથે કર્યો રેપ

મુંબઇમાં 22 વર્ષીય યુવક સાથે કથિત રીતે બળાત્કારનો ચોંકાવનારો કેસનો સામે આવ્યો છે. આરોપ લગાવવામાં આવ્યો છે. ચાલતી કારમાં ચાર લોકોએ ત્રણ કલાક સુધી યુવક પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે બુધવારે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

માહિતી મુજબ મુંબઈના કુર્લામાં રહેતા 22 વર્ષીય યુવકે સિટી રેસ્ટોરન્ટની બહાર સેલ્ફી લીધી હતી, જેને તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આરોપ છે કે ચારેય આરોપીઓ યુવકનું લોકેશન શોધીને તેની પાસે પહોંચ્યા. તેઓએ કહ્યું કે તેઓ તેના ફેન છે અને થોડી વાતચીત કરવા માંગે છે.

ચાલતી કારમાં ત્રણ કલાક ગુજાર્યા બળાત્કાર

આ બાદ યુવકને કારમાં લઇ જવામાં આવ્યો હતો અને ત્રણ કલાક સુધી ચાલતી કારમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી યુવક તેને રસ્તા પર ફેંકી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પીડિતએ તેના માતાપિતાને બોલાવી પોલીસ સ્ટેશન આવીને કેસ નોંધ્યો હતો.

પીડિતની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 377 (અકુદરતી સેક્સ) હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. શંકાસ્પદ લોકોમાં એક સગીર છે અને તેને બાળ રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવ્યો છે. વીબી નગર પોલીસ મથકના વરિષ્ઠ પોલીસ અધિકારી માધુરી પોકલેએ જણાવ્યું હતું કે તમામ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મેડિકલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.