Not Set/ 7 મર્ડર કરનારી આ હત્યારી ફાંસીએ ચડનારી પ્રથમ મહિલા બનશે

ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના અમરોહા ખાતેના બાવનખેડી ગામના લોકો હવે પોતાની દીકરીઓના નામ શબનમ નથી રાખતા, કારણ કે આ ગામમાં શબનમ નામની મહિલાએ 10 વર્ષ પહેલા પોતાના પરિવારના સાત લોકોને મોતને ઘાટ ઉતારી દીધી હતા. પોતાના જ પરિવારના સાત લોકોના મર્ડર કરનારી શબનમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.ફાંસીની સજા થયા પછી શબનમે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની […]

Top Stories India
mk 3 7 મર્ડર કરનારી આ હત્યારી ફાંસીએ ચડનારી પ્રથમ મહિલા બનશે
ઉત્તર પ્રદેશ,
ઉત્તર પ્રદેશના અમરોહા ખાતેના બાવનખેડી ગામના લોકો હવે પોતાની દીકરીઓના નામ શબનમ નથી રાખતા, કારણ કે આ ગામમાં શબનમ નામની મહિલાએ 10 વર્ષ પહેલા પોતાના પરિવારના સાત લોકોને મોતને ઘાટ ઉતારી દીધી હતા.
પોતાના જ પરિવારના સાત લોકોના મર્ડર કરનારી શબનમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.ફાંસીની સજા થયા પછી શબનમે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી જે તેમણે ફગાવી દેતા હવે આ હત્યારીનો ફાંસીનો માર્ગ ખુલી ગયો છે.
જો શબનમને ફાંસી થશે તો એ દેશની પહેલી મહિલા હશે જે ફાંસીના તખ્તએ ચડી હોય.અમરોહાની અદાલતે શબનમને મોતની સજા સંભળાવી હતી. ત્યાર બાદ અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ શબનમની ફાંસીની સજા અકબંધ રાખી.
શબનમે પોતાની ફાંસીની સજાને માફ કરવા માટે રાષ્ટ્રપતિ સમક્ષ અરજી કરી હતી. રાષ્ટ્રપતિએ પણ શબનમની ફાંસીની સજાને માફ કરવાનો ઇનકાર કરી દેતા શબનમે ફરીથી સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી છે પુનર્વિચાર અરજી. તેના પર ચુકાદો ચાલુ મહિને જ આવવાનો છે.
જો સુપ્રીમ કોર્ટ ફાંસીની સજાનો ચુકાદો કાયમ રાખશે, તો શબનમ પહેલી મહિલા ગુનેગાર બનશે કે જેને ફાંસીએ ચઢાવવામાં આવશે.
2008ની 14 અપ્રિલની રાતે ઉત્તર પ્રદેશના અમરોહા હસનપુરા તેહસીલના બાવનખેડી ગામે જિંદગીમાં કદીના ભુલાય તેવો હિચકારો બનાવ જોયો હતો.
આ ગામની ડબલ એમ એ થયેલી શબનમે તેના 9મી પાસ પ્રેમી સલીમ સાથે મળીને તેનો આખો પરિવાર રહેંસી કાઢ્યો હતો.શબમનનો.પરિવાર તેના પ્રેમની વિરુદ્ધ હતો જેનું પરિણામ તેમણે મોત જોયું.
શબનમ અને સલીમે મળીને તેના 55 વર્ષના પિતા શોકત અલી,50 વર્ષીય માતા હાશમી,35 વર્ષનો મોટો ભાઈ અનિસ અને તેની 25 વર્ષીય પત્ની અંજુમ,22 વર્ષનો નાનો ભાઈ રશીદ,14 વર્ષની પિતરાઈ રાબીયાનું ગળું કાપીને મોતને ઘાટ ઉતાર્યા હતા. વાંચીને કંપી જવાય તેવી વાત એ હતી કે ભાઈ અનિસની 10 મહિનાની બેબી અર્શને પણ નહોતી છોડી આ બંને હત્યારાઓએ.
રાતે 2 વાગે બનેલા આ બનાવમાં શબનમ પરિવારજનોના માથાના વાળ પકડી રાખતી જ્યારે સલીમ તીક્ષ્ણ હથિયાર વડે તેમનું ગળું કાપી કાઢતો.એવું કહેવાય છે કે મારતા પહેલા શબનમે બધાને ખોરાકમાં ઝેર આપ્યુ હતું.
આઝાદ ભારતના ઇતિહાસમાં કુલ 59 લોકોને ફાંસીએ ચઢાવવામાં આવ્યા છે. આ તમામ ગુનેગારો પુરુષો હતા. તેમાં મહિલા ગુનેગાર એક પણ નહોતી.
આઝાદી મળ્યા બાદ દેશમાં સૌપ્રથમ ફાંસીની સજા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને સંભળાવવામાં આવી. ફાંસીએ ચઢનાર નાથૂરામ ગોડસે ભારતનો પ્રથમ ગુનેગાર બન્યો હતો, જ્યારે છેલ્લે અજમલ કસાબને ફાંસીએ ચઢાવવામાં આવ્યો કે જે 59મો ગુનેગાર હતો.