Not Set/ નેશનલ ફિલ્મ એવોર્ડ 2019:  બધાઇ હો બેસ્ટ ફિલ્મ,આયુષ્યમાન-વિકી કૌશલ બેસ્ટ એક્ટર

દિલ્હી, શુક્રવારે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. શ્રીરામ રાઘવન દિગ્દર્શિત “અંધાધૂન” એ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. બેસ્ટ એન્ટરટેનમેન્ટ હિન્દી ફિલ્મ માટે ‘બધાઇ હો’ને  એવોર્ડ મળ્યો હતો,જ્યારે ઉરી ફિલ્મને બેસ્ટ ડાયરેક્શનનો ક્રિટીક એવોર્ડ મળ્યો હતો. બધાઇ હો ફિલ્મ માટે બેસ્ટ એક્ટર તરીકે આયુષ્યમાન ખુરાના અને વિકી કૌશલને ઉરી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.બધાઇ હો […]

Top Stories
aade 15 નેશનલ ફિલ્મ એવોર્ડ 2019:  બધાઇ હો બેસ્ટ ફિલ્મ,આયુષ્યમાન-વિકી કૌશલ બેસ્ટ એક્ટર

દિલ્હી,

શુક્રવારે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. શ્રીરામ રાઘવન દિગ્દર્શિત “અંધાધૂન” એ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. બેસ્ટ એન્ટરટેનમેન્ટ હિન્દી ફિલ્મ માટે ‘બધાઇ હો’ને  એવોર્ડ મળ્યો હતો,જ્યારે ઉરી ફિલ્મને બેસ્ટ ડાયરેક્શનનો ક્રિટીક એવોર્ડ મળ્યો હતો.

બધાઇ હો ફિલ્મ માટે બેસ્ટ એક્ટર તરીકે આયુષ્યમાન ખુરાના અને વિકી કૌશલને ઉરી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.બધાઇ હો ફિલ્મ માટે સુરેખા સિક્રીને બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

પ્રાદેશિક ફિલ્મની કેટગરીમાં ગુજરાતી ફિલ્મ રેવાને પણ એવોર્ડ મળ્યો હતો.

અક્ષય કુમારની ફિલ્મ પેડમેનને સામાજિક મુદ્દાઓ પર શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવી હતી. તે મેન્સ્ટ્રુઅલ હાઈજીન પર આધારિત ફિલ્મ હતી.

“ખરબસ” ને શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. ‘પદ્માવત’ ના ઘૂમર સોંગને બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય સિનેમા એવોર્ડ્સ જ્યુરીના અધ્યક્ષ રાહુલ રાવૈલે એવોર્ડની જાહેરાત કરી હતી. એવોર્ડની જાહેરાત સમયે માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર હાજર રહ્યા હતા. આ એવોર્ડની જાહેરાત બે મહિના પહેલા થવાની હતી. પરંતું લોકસભાની ચૂંટણી થઇ હોવાને કારણે આ જાહેરાત મોડી કરવામાં આવી હતી.

419 ફિલ્મોની 45 દિવસ સ્ક્રીનિંગ પછી એવોર્ડ જાહેર કરાયા

જૂરીએ 31 કેટેગરીમાં ફિલ્મોની પસંદગી કરી. 419 ફિલ્મોની 45 દિવસના સ્ક્રીનિંગ પછી એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી. નોન-ફીચર ફિલ્મ કેટેગરીમાં 23 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે, 253 ફિલ્મોની જ્યુરી 28 દિવસ સુધી સ્ક્રીનિંગ કર્યા હતા.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની હાઈલાઈટ્સ

તેલુગુ ફિલ્મ મહાનતી માટે કીર્તિ સુરેશનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

પદ્માવત માટે સંજય લીલા ભંસાલીને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર તરીકેનો એવોર્ડ અને આ જ  ફિલ્મ માટે અરિજીત સિંહને બેસ્ટ સિંગર એવોર્ડ મળ્યો હતો.પદ્માવત ફિલ્મના ગીત ઘુમરને બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ મળ્યો હતો.

શ્રુતિ હરિહરન, ચંદ્રચુડ રાય, જોસી જોસેફ, સાવિત્રીને તેમના બેસ્ટ પર્ફોર્મન્સ માટે વિશેષ એવોર્ડ અપાયો હતો.

રાષ્ટ્રીય એકતા પર આધારિત ફિલ્મ માટે નરગિસ દત્ત બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ ડી સત્યપ્રકાશની ઓન્દાલા ઈરાદાલાને આપવામાં આવ્યો છે.

 પ્રિયંકા ચોપડા દ્વારા નિર્મિત ફિલ્મ પાનીને પર્યાવરણીય સંરક્ષણ પરની શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

અહીં એવોર્ડ વિજેતાઓનું લીસ્ટ આપ્યું છે…

 Best Gujarati Film Reva

Best Popular Film: Badhaai Ho

Best Regional films Hindi – Andhadhun

Best Feature Film: Ellaru

Best Director: Uri – Adhitya Dhar

Best Actor: Ayushmann Khuranna for Andhadhun and Vicky Kaushal for Uri

 Best Actress: Keerthy Suresh for Mahanati

 Best Supporting Actor – Swanand Kirkire for Cumbhak

Best supporting actress – Surekha Sikri for Badhaai Ho

Best Music Direction (Songs): Sanjay Leela Bhansali for Padmaavat

Best Male Playback Singer: Arijit Singh for Bhinte Dhil(Padmavat)

Best Choreography:  Padmaavat for Ghumar

Best film on Social Issues: Padman