Not Set/ ટિકટોક એપ થઇ જશે બંધ, મદ્રાસ હાઇકોર્ટનો આદેશ, જાણો શું છે કારણ

નવી દિલ્હી, ભારતમાં ખૂબ જ ઓછા સમયમાં યુવાવર્ગમાં ઘેલછા લગાડનારી અને રાતોરાત ફેમસ થઇ ગયેલી વીડિયો એપ ટિક-ટોકના ચાહકોને મદ્રાસ હાઇકોર્ટના આદેશ બાદ મોટો ઝટકો લાગી શકે છે. હાઇકોર્ટે સરકારને આ એપ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. કોર્ટ અનુસાર આ ચાઇનીઝ વીડિયો એપ ટિક-ટોક વાંધાજનક સામગ્રીને પ્રસારિત કરીને તેનો ફેલાવો કરે છે. મદ્રાસ હાઇકોર્ટે […]

Top Stories Trending Tech & Auto
Tik Tok ટિકટોક એપ થઇ જશે બંધ, મદ્રાસ હાઇકોર્ટનો આદેશ, જાણો શું છે કારણ

નવી દિલ્હી,

ભારતમાં ખૂબ જ ઓછા સમયમાં યુવાવર્ગમાં ઘેલછા લગાડનારી અને રાતોરાત ફેમસ થઇ ગયેલી વીડિયો એપ ટિક-ટોકના ચાહકોને મદ્રાસ હાઇકોર્ટના આદેશ બાદ મોટો ઝટકો લાગી શકે છે. હાઇકોર્ટે સરકારને આ એપ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. કોર્ટ અનુસાર આ ચાઇનીઝ વીડિયો એપ ટિક-ટોક વાંધાજનક સામગ્રીને પ્રસારિત કરીને તેનો ફેલાવો કરે છે.

મદ્રાસ હાઇકોર્ટે એપ વિરુદ્વ કરાયેલી અરજીની સુનાવણીમાં દર્શાવ્યું હતું કે જે બાળકો ટિકટોક એપનો ઉપયોગ કરે છે તેવો યૌન શોષણ કરતા લોકોના સંપર્કમાં જલ્દી આવી જાય છે. આ પ્રકારની વાંધાજનક એપનો ઉપયોગ કરવાથી મોટો ખતરો રહેલો છે.

બીજિંગ કંપની દ્વારા બનાવાયેલી આ એપ ટિક-ટોક પર યૂઝર્સ પોતાની ટેલેન્ટને રજૂ કરતા ઓછી સેકન્ડ્સના વીડિયો બનાવવાની સાથોસાથ તેને શેર પણ કરી શકે છે. ભારતમાં આ એપ રાતોરાત ફેમસ થઇ ચૂકી છે. એપ દ્વારા મોટા ભાગે યૂર્ઝર્સ બોલિવૂડના ડાયલોગ, જોક્સ રજૂ કરીને પોતાના કૌશલ્યને દર્શાવતા હોય છે.

જણાવી દઇએ કે ફેબ્રુઆરી મહિનામાં મીડિયા સાથેની વાતચીતમાં તામિલનાડુના આઇટી મંત્રીએ એપ પરની કેટલીક સામગ્રી ખૂબજ અસહ્ય હોવાનું કહ્યું હતું. બીજેપીના એક નિકટના પક્ષ હિન્દુ રાષ્ટ્રવાદી સમૂહે પણ એપ પર પ્રતિબંધ લાદવાની રજૂઆત કરી હતી. જો કે ફેબ્રુઆરીમાં જ બીજેપીના આઇટી સેલના ચીફ અમિત માલવીયે કહ્યું હતું કે ટિકટોકના કેટલાક વીડિયો ખૂબજ ક્રિએટીવ હતા.