Not Set/ હવે એમ-આધાર અને 9 અન્ય આઇડી એરપોર્ટ પર સ્વીકારવામાં આવશે

બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના આદેશ પ્રમાણે હવે તમે એમ-આધારને આઇડી પ્રૂફ તરીકે એરપોર્ટ ઉપર પણ વાપરી શકશો. હવે એરપોર્ટ પર પ્રવેશતા મુસાફરો આ લિસ્ટમાં આપેલા 10 આઇડી માંથી કોઈ પણ એકને બતવીને પ્રવેશ મેળવી શકશે. જેમાં પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, આધાર અથવા એમ-આધાર, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈ પણ […]

India
news28.10.17 9 હવે એમ-આધાર અને 9 અન્ય આઇડી એરપોર્ટ પર સ્વીકારવામાં આવશે

બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના આદેશ પ્રમાણે હવે તમે એમ-આધારને આઇડી પ્રૂફ તરીકે એરપોર્ટ ઉપર પણ વાપરી શકશો. હવે એરપોર્ટ પર પ્રવેશતા મુસાફરો આ લિસ્ટમાં આપેલા 10 આઇડી માંથી કોઈ પણ એકને બતવીને પ્રવેશ મેળવી શકશે. જેમાં પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, આધાર અથવા એમ-આધાર, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈ પણ રાષ્ટ્રીય બેંક ની પાસબુક , પેન્શન કાર્ડ, અપંગ ફોટો આઇડી અને કેન્દ્ર / રાજ્ય સરકાર દ્વારા પ્રમાણિત સર્વિસ ફોટો આઈડી કાર્ડ, પીએસયુ, સ્થાનિક સંસ્થાઓ અને ખાનગી લિમિટેડ કંપનીના સર્વિસ ફોટો આઈડી કાર્ડ પણ સ્વીકારવામાં આવશે.

ઓકટોબર 26 ના રોજ રજુ કરવામાં આવેલા BCAS સર્ક્યુલર પ્રમાણે “જો કોઈ પેસેન્જર દસ આઇડી પ્રૂફો માંથી એક પણ ન આપી શકે તો તેને કેન્દ્ર / રાજ્ય સરકારના એક રાજપત્રિત અધિકારી દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર પ્રદાન કરવાનો વિકલ્પ રહેશે. ઇન્ટરનેશનલ પેસેન્જરો પોતાનો પાસપોર્ટ અને એર ટિકિટ બતાવી પ્રવેશ મેળવી શકશે.”