Not Set/ ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટે નિરવ મોદીના પેઇન્ટીંગ્સની હરાજી કરી 59 કરોડ મેળવ્યાં

મુંબઇ, આયકર વિભાગે હીરાના ભાગેડુ વેપારી નિરવ મોદીની માલિકીની પેઇન્ટિંગ પેઇન્ટિંગ્સની મંગળવારે હરાજીમાંથી 59.37 કરોડ રૂપિયા મેળવ્યા છે. ઇન્ક્મ ટેક્સ વિભાગે તેની કુલ 68 પેઇન્ટિંગ્સની હરાજી કરી છે. નીરવ મોદી પર ઇન્ક્મટેક્સ વિભાગના 97 કરોડ રૂપિયા બાકી છે. વિભાગે નીરવ મોદીના ચિત્રો વેચવા ખાનગી હરાજી કંપનીની મદદ લીધી. આ કામ માટે કંપનીને કમિશન આપ્યા પછી, વિભાગના […]

India Trending
maoo 4 ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટે નિરવ મોદીના પેઇન્ટીંગ્સની હરાજી કરી 59 કરોડ મેળવ્યાં

મુંબઇ,

આયકર વિભાગે હીરાના ભાગેડુ વેપારી નિરવ મોદીની માલિકીની પેઇન્ટિંગ પેઇન્ટિંગ્સની મંગળવારે હરાજીમાંથી 59.37 કરોડ રૂપિયા મેળવ્યા છે. ઇન્ક્મ ટેક્સ વિભાગે તેની કુલ 68 પેઇન્ટિંગ્સની હરાજી કરી છે. નીરવ મોદી પર ઇન્ક્મટેક્સ વિભાગના 97 કરોડ રૂપિયા બાકી છે.

વિભાગે નીરવ મોદીના ચિત્રો વેચવા ખાનગી હરાજી કંપનીની મદદ લીધી. આ કામ માટે કંપનીને કમિશન આપ્યા પછી, વિભાગના ખાતામાં રૂ. 54.84 કરોડ રૂપિયા આવશે. આ પેઇન્ટિંગ્સમાં મહાન પેઇન્ટર્સ રાજા રવિ વર્મા, વીએસ ગાયતોંડે, એફએન સૂજા, જગન ચૌધરી અને અકબર પદ્માસીની કલા રચનાઓનો સમાવેશ થાય છે. મોદી હાલ લંડન જેલમાં છે.

નિરવની કંપની હરાજી રોકવા માંગતી હતી

આયકર વિભાગે નિરવ વિરુધ્ધ તપાસ દરમિયાન આ પેઇન્ટિંગ્સનો કબજો લીધો હતો.નિરવની કંપની કેમેલોટ એંટરપ્રાઇઝિસે આ પેઇન્ટીંગ પાછા મેળવવા ઉચ્ચ અદાલતનો દરવાજો ખટખટાવ્યો હતો. હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં નિરવે કહ્યું હતું કે આવી કાર્યવાહી ગેરકાયદેસર છે.

મોદીથી સંબંધિત 11 લકઝરી વાહનોની હરાજી કરવાની પરવાનગી 

ગયા અઠવાડિયે પેઇન્ટિંગ હરાજી પહેલાં વિશેષ અદાલતે ઇડીને મોદીના 11 વૈભવી વાહનોની હરાજી કરવાની મંજૂરી આપી હતી. વાહનોની વૈભવી હરાજી સાથે, વિશેષ અદાલતે આવકવેરા વિભાગને કિંમતી પેઇન્ટિંગની હરાજી પણ કરવાની મંજૂરી આપી હતી.