Not Set/ નિર્ભયા કેસ/ દોષિત પવનના પિતાની અરજી પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી

પટિયાલા હાઉસ કોર્ટના સેશન્સ જજે સામૂહિક બળાત્કાર અને હત્યા કેસના એકમાત્ર સાક્ષી નિર્ભયાના દોસ્તની જુબાનીને પડકારતી પવનના પિતાની અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે દોષિત પવન ગુપ્તાના પિતાએ આ અરજીમાં મેજિસ્ટ્રેટના નિર્ણયને પડકાર્યો છે, જેમાં તેમની અગાઉની એક અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી પવન ગુપ્તાના પિતા હિરાલાલ […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 13 નિર્ભયા કેસ/ દોષિત પવનના પિતાની અરજી પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી

પટિયાલા હાઉસ કોર્ટના સેશન્સ જજે સામૂહિક બળાત્કાર અને હત્યા કેસના એકમાત્ર સાક્ષી નિર્ભયાના દોસ્તની જુબાનીને પડકારતી પવનના પિતાની અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે દોષિત પવન ગુપ્તાના પિતાએ આ અરજીમાં મેજિસ્ટ્રેટના નિર્ણયને પડકાર્યો છે, જેમાં તેમની અગાઉની એક અરજી નામંજૂર કરવામાં આવી હતી.

આ કેસમાં આરોપી પવન ગુપ્તાના પિતા હિરાલાલ ગુપ્તાએ અરજી દાખલ કરી છે કે આ મામલામાં નિર્ભયાના મિત્ર અને એકમાત્ર સાક્ષી અવનીન્દ્રએ પૈસા લીધા હતા અને મીડિયા ચેનલોને ઇન્ટરવ્યુ આપ્યા હતા જે કેસની તપાસને અસર કરે છે.

 જૂની અરજીમાં કોર્ટે શું કહ્યું

પવનના પિતાએ અગાઉ પણ આવી જ અરજી કરી હતી, જેને પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુધીરકુમાર સિરોહીએ ફગાવી દીધી હતી.

મેજિસ્ટ્રેટ સુધીરકુમાર સિરોહીએ કહ્યું હતું કે આ કેસની તપાસને અસર થઈ છે તે સાબિત કરવા અરજીમાં કોઈ નક્કર આધાર નથી. તેથી પોલીસને એફઆઈઆર નોંધવા નિર્દેશ આપી શકાતો નથી. કોર્ટ સમક્ષ હિરાલાલ ગુપ્તાના વકીલ એ.પી.સિંહે કહ્યું હતું કે તે યુવકના ઇન્ટરવ્યુ પરથી એવું જણાયું છે કે તે ગુનેગારોને ફાંસીને લટકાવવા માંગે છે.

શું છે મામલો

નોંધનીય છે કે ડિસેમ્બર 2012 માં, એક પેરામેડિક વિદ્યાર્થી અને તેના મિત્ર એક બસમાં સવાર હતા. તે બસમાં છ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. ગુનેગારોએ પીડિતા અને તેના મિત્રને ચાલતી બસમાંથી નીચે ફેંકી દીધી હતી. આ પછી, સિંગાપોરમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.

આ કેસમાં કોર્ટે ચાર લોકોને અક્ષય, વિનય, પવન અને મુકેશને દોષી ઠેરવ્યા છે, જ્યારે આ કેસના અન્ય આરોપીને દોષી ઠેરવ્યા પહેલા આત્મહત્યા કરી છે. છઠ્ઠો આરોપી સગીર હતો, જેને કિશોર ગૃહમાં તેની સજા પુરી કર્યા પછી છૂટા કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.