Not Set/ નીતિ આયોગે કરી સ્વતંત્ર ઋણ પ્રબંધન કાર્યાલયની ભલામણ

  નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ઋણ પ્રબંધન કાર્યાલયની સ્થાપનાની વકીલાત કરી છે. તે સિવાય તેમણે રિર્ઝવ બેંકની જુદી જુદી જવાબદારીઓને પણ અલગ અલગ એકમમાં વહેંચવાની બાબત પર ભાર મૂક્યો હતો.નીતિ આયોગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજીવ કુમારે કહ્યું કે સકલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપી સાત ટકા કરતાં વધારે રહેશે અને સાથે જ તેમણે […]

India Business
011 11 નીતિ આયોગે કરી સ્વતંત્ર ઋણ પ્રબંધન કાર્યાલયની ભલામણ

 

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ઋણ પ્રબંધન કાર્યાલયની સ્થાપનાની વકીલાત કરી છે. તે સિવાય તેમણે રિર્ઝવ બેંકની જુદી જુદી જવાબદારીઓને પણ અલગ અલગ એકમમાં વહેંચવાની બાબત પર ભાર મૂક્યો હતો.નીતિ આયોગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજીવ કુમારે કહ્યું કે સકલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપી સાત ટકા કરતાં વધારે રહેશે અને સાથે જ તેમણે સ્વત્તંત્ર ઋણ પ્રબંધન કાર્યાલયની સ્થાપનાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

કુમારે કહ્યું હતું કે  ઘણી વાર આ બાબત પર ચર્ચા થતી હોય છે. કેન્દ્રીય બેંકની  ભૂમિકા મૌદ્રિક નીતિ-નિર્માતા કે અવલોકન કરનારા સંગઠનના રૂપમાં સીમિત હોવા જોઈએ કે પછી સરકારી ઋણ પ્રબંધન પણ તેની જવાબદારીઓમાંથી એક હોવું જોઈએ.

તેમણે કહ્યું કે વર્ષ 2014માં નાણા મંત્રાલયે સ્વતંત્ર ઋણ પ્રબંધન કાર્યાલયની સ્થાપનાની જાહેરાત કરી હતી પરંતુ તે ન થઈ શક્યું. નાણા મંત્રી અરૂણ જેટલીએ ફ્રેબુઆરી 2015માં પોતાના બજેટ ભાષણમાં નાણા મંત્રાલય અંતર્ગત સાર્વજનિક ઋણ પ્રબંધન એજન્સી પીડીએમએનું ગઠન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

પીડીએમએના ગઠનનો વિચાર હિતોના ટકરાવને કારણે રાખવામાં આવ્યો હતો. આરબીઆઇ એક તરફ પ્રમુખ વ્યાજ દર પર નિર્ણય કરે છે. જ્યારે બીજી બાજુ સરકારી બોન્ડના ખરીદ અને વેચાણ પણ કરે છે.  કુમારે કહ્યું કે  રિઝર્વ બેંકની વિભિન્ન જવાબદારીઓની વહેંચણી પર પણ ચર્ચા કરવાની જરૂરિયાત છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે એવી સ્થિતિ જે પછી દેશમાં વૃદ્ધિ, રોજગાર, ઋણ પ્રબંધન અને બીજી વિધાયી ચીજવસ્તુઓ કોણ જોશે. મારં માનવું છે કે આ બાબતો પર પણ વિચાર વિમર્શ કરવાની જરૂરિયાત છે.