srinagar/ LOC પર ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ, મહેબૂબા મુફ્તીએ વાજપેયી-મુશર્રફની અપાવી યાદ

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીએ) નાં અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શનિવારે (14 નવેમ્બર) કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાને તેમની રાજકીય મજબૂરીઓ પર એકબીજાની સાથે વાત કરવી જોઈએ. કોરોનાવાયરસનાં કારણે વિશ્વભરમાં 13 લાખ લોકોનાં થયા મોત મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, બંને દેશ નિયંત્રણ રેખા (એલઓસી) ની બંને બાજુ જાનહાનીથી પીડાઈ રહ્યા છે. જે […]

Top Stories India
asdq 96 LOC પર ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ, મહેબૂબા મુફ્તીએ વાજપેયી-મુશર્રફની અપાવી યાદ

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીએ) નાં અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શનિવારે (14 નવેમ્બર) કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાને તેમની રાજકીય મજબૂરીઓ પર એકબીજાની સાથે વાત કરવી જોઈએ.

કોરોનાવાયરસનાં કારણે વિશ્વભરમાં 13 લાખ લોકોનાં થયા મોત

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, બંને દેશ નિયંત્રણ રેખા (એલઓસી) ની બંને બાજુ જાનહાનીથી પીડાઈ રહ્યા છે. જે ખૂબ જ દુઃખદ છે. શુક્રવારે (13 નવેમ્બર) પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો ત્યાર બાદ શનિવારે મહેબૂબા મુફ્તીનું આ નિવેદન આવ્યું છે. જેમાં 5 સૈનિકો અને ભારતનાં 6 સામાન્ય નાગરિકો માર્યા ગયા હતા. જે બાદ બદલામાં ભારતે 11 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા અને તેમના બંકર અને લોંચ પેડ્સ ઉડાવી દીધા હતા. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાને હવે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનાં યુદ્ધવિરામ અંગે સર્વસંમતિનો વિચાર કરવો જોઇએ. બંને દેશોએ એક બીજા સાથે વાત કરવી જોઈએ.

કોરોનાની ગાઇડલાઇન વચ્ચે દેશભરમાં ધામધૂમથી મનાવાઇ દિવાળી

મહેબૂબા મુફ્તીએ ટિ્‌વટ કર્યું હતું કે, “એલઓસીની બંને બાજુ વધતી સંખ્યામાં જાનહાનીની ​​જોઈને ખૂબ જ દુઃખ થાય છે. ભારતીય અને પાકિસ્તાની નેતૃત્વએ રાજકીય મજબૂરીઓ અંગે સંવાદ શરૂ કરવો જોઈએ. વાજપેયીજી અને મુશર્રફ સાહેબ વચ્ચે યુદ્ધવિરામ પર બની સંમતિ અને અનુપાલનને ફરી સ્થાપિત કરવો જોઇએ તો આ એક સારી શરૂઆત રહેશે.” મહેબૂબા મુફ્તી ઉપરાંત હુર્રિયતે ભારત અને પાકિસ્તાનને એકબીજા સાથે વાત કરવાની સલાહ આપી છે. હુર્રિયત દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં મીરવાઈઝ ઉમર ફારૂકે કહ્યું, “ભારત અને પાકિસ્તાનની સરકારે સરહદ પર જમ્મુ-કાશ્મીરમાં તણાવની સ્થિતિ પર એક બીજા સાથે વાત કરવી જોઈએ.” જેથી બંને તરફનાં સામાન્ય નાગરિકો અને નિર્દોષ લોકોને નુકસાન ન થાય.