Not Set/ ક્યારેય સત્તા ઉપર નહીં આવીએ એવો વિશ્વાસ હોવાથી આપેલા મોટા વચનો: ગડકરી  

મુંબઈ: અમને એવો વિશ્વાસ હતો કે, અમે ક્યારેય સત્તા પર આવીશું નહિ, જેના કારણે લોકસભાની ચૂંટણી દરમિયાન જનતાને મોટા મોટા વચનો આપ્યા હતા, તેવું નિવેદન ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કર્યું છે. જેના કારણે ભાજપ અને મોદી સરકારની જનતામાં મજાક ઉડી શકે છે. ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી નિતિન ગડકરીના […]

Top Stories India Trending Politics
Big promises made because of the belief that we will never come to power: Gadkari

મુંબઈ: અમને એવો વિશ્વાસ હતો કે, અમે ક્યારેય સત્તા પર આવીશું નહિ, જેના કારણે લોકસભાની ચૂંટણી દરમિયાન જનતાને મોટા મોટા વચનો આપ્યા હતા, તેવું નિવેદન ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કર્યું છે. જેના કારણે ભાજપ અને મોદી સરકારની જનતામાં મજાક ઉડી શકે છે.

ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી નિતિન ગડકરીના એક તાજેતરમાં એક મરાઠી ટીવી ચેનલ સાથેના ઇન્ટરવ્યુંમાં એક એવ્ય નિવેદન કર્યું હતું. જેના કારણે જનતાની વચ્ચે ભાજપ અને કેન્દ્ર સરકારની ભારે મજાક ઉડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આ મરાઠી ટીવી ચેનલ સાથેના ઈન્ટરવ્યુંમાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ વર્તમાન નરેન્દ્ર મોદી સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી સમયે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કામ જનતાને મોટા મોટા વચનો આપ્યા હતા.

નિતિન ગડકરીના જણાવ્યા મુજબ ‘અમે એ વાતથી પૂર્ણ રીતે આશ્વસ્ત હતા કે અમે ક્યારેય સત્તામાં નહિ આવીશું, એટલા માટે અમને મોટા મોટા વચનો આપવાની સલાહ આપવામાં આવી હતી. હવે જયારે અમે સત્તા પર છીએ ત્યારે જનતા અમને તે વચનોની યાદ અપાવી રહી છે. જો કે હવે અમે આ વાત પર હસીને આગળ વધી રહ્યા છીએ.’

એક મરાઠી ટીવી ચેનલમાં કોમેડી શો દરમિયાન નાના પાટેકર સાથે ઉપસ્થિત રહેલા કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીએ વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે આ વાત કરી હતી.